Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

૩ મહિનામાં ૧૧૭૦ નોટીફીકેશનો બહાર પડાયાઃ સૌથી વધુ નોટીફીકેશનો આરોગ્ય મંત્રાલયના

નવી દિલ્હી, તા. ૩ : કોરોનાના પ્રકોપ વચ્ચે પ્રજામાં વિશ્વાસ જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજયોની સરકારોએ અવાર નવાર નીતિઓમાં ફેરફાર કરવા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં કેન્દ્ર અને રાજયોએ ૧૧૭૦ નોટીફીકેશનો બહાર પાડયા છે.  જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેન્દ્રએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને વિદેશથી આવનારા લોકો બાબતે એડવાઇઝરી બહાર પાડી હતી પણ તેની રોક થાય માટે નક્કર પગલા નહોતા લીધા જેના કારણે દેશમાં કોરોનાએ દસ્તક દીધા હતા.

કેન્દ્રએ પાંચ માર્ચે રાજયોને લોકોના એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા કહ્યું. તપાસ અંગે ૯ માર્ચ અને સંક્રમિત થવા બાબતે ૧૧ માર્ચે ૧૪ દિવસ માટે આઇસોલેશનમાં જવાની ગાઇડ લાઇન આપી હતી.

(1:04 pm IST)