Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ડો. જેલેન્કોએ ન્યુયોર્કના ૬૯૯ કોરોના વાયરસના દર્દીઓને સાજા કર્યા

ડો.વ્લાદિમીર જેલેન્દોએ હાઈડ્રોકિસ કલોરોકિવન, એઝીથ્રોમાઈસીન અને ઝીંક સલ્ફેટની દવાનો ઉપયોગ કરીને કોરોના વાયરસના ઈલાજમાં ૧૦૦ ટકા સફળતા મેળવી

ન્યૂયોર્કના ડો.વ્લાદિમીર જલેન્કોએ કોરોનાના ૬૯૯ દર્દીઓનો સફળતાપૂર્વક ઇલાજ કર્યો છે.

ખાસ વાત એ છે કે ડો.વ્લાદિમીર જેલેન્કોએ પોતાના એક પણ દર્દીને કોરોનાથી મરવા દીધો નથી અને ૧૦૦ ટકા સફળતા સાથે તમામનો ઇલાજ કર્યો છે. વાસ્તવમાં ડો.વ્લાદિમીર જેલેન્કોએ ૬૯૯ જેટલા કોરોના દર્દીઓનો હાઇડ્રોકસી કલોરોકિવન સલ્ફેટ, ઝીંક અને એઝિથ્રોમાઇસીન જેવી ત્રણ દવાના મિશ્રણથી ૧૦૦ સફળતા સાથે ઇલાજ કર્યો છે.

તેમણે આ ત્રણેય દવાના મિશ્રણથી સફળતાપૂર્વક કોરોના વાયરસના દર્દીઓનો ઇલાજ કર્યા બાદ તેમની સફળ ગાથા એક મેડિકલ જરનલમાં પ્રસિદ્ઘ થઇ હતી. એઝીથ્રોમાઇસીન અને ઝીંક સલ્ફેટના એન્ટિબાયોટીકના મિશ્રણ સાથે હાઇડ્રોકસી કલોરોકિવનનો ઉપયોગ કરીને તેમણે આ ઇલાજ કર્યો હતો. ડો.જેલેન્કોના જણાવ્યા પ્રમાણે આ ત્રણ દવાઓના સંમિશ્રણની સારવાર બાદ તેમના દર્દીઓમાં ૪થી ૬ કલાકમાં શ્વાસ લેવાની જે તકલીફ હતી તે દૂર થતી જોવા મળી છે. એક ખાસ મુલાકાતમાં ન્યૂયોર્કના પૂર્વ મેયર રુબી જીઉલિયાની સાથે પોતાની સારવારની વિગતો શેર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના તમામે તમામ ૬૯૯ કોરોના વાયરસના દર્દીઓમાંથી એકનું પણ મૃત્યુ થયું નથી. ડો.જેલેન્કોના જણાવ્યા પ્રમાણે સમગ્ર સારવારનો ખર્ચ માત્ર ૨૦ ડોલર આવે છે અને પાંચ દિવસના સમયગાળામાં ૧૦૦ ટકા સફળતા સાથે દર્દી સાજો થઇ જાય છે.

ડો.જેલેન્કોએ સૌપહેલા ગત સપ્તાહે પોતાનો ફેસબુક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવો અનુરોધ કર્યો હતો કે તેમણે સમગ્ર દેશને એવી સલાહ આપવી જોઇએ કે દેશવાસીઓ આ દવાનો ઉપયોગ કરે. અમેરિકામાં હાઇડ્રોકસી કલોરોકિવનની સફળતાની અન્ય કેટલીક દ્યટનાઓ પણ સામે આવી છે. ગત સપ્તાહે ન્યૂયોર્ક સિટીમાં લેનોકસ હીલ હોસ્પિટલ ખાતેના ડો.વિલિયમ ગ્રેસે પણ જણાવ્યું હતું કે હાઇડ્રોકસી કલોરોકિવના કારણે તેમની હોસ્પિટલમાં પણ એક પણ કોરોનાના દર્દીનું મૃત્યુ થયું નથી. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલ એક અભ્યાસમાં પણ ડો.જેલેન્કોના તારણોને પણ સમર્થન આપવામાં ંઆવ્યું છે.

(1:03 pm IST)