Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- યુ.પી.માં પોલીસ દ્વારા તમામ આઈસોલેશન વોર્ડમાં સીસીટીવી કેમેરા લાગાવશે :  લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર જો હુમલો થશે 'એનએસએ' હેઠળ આકરી કાર્યવાહી : કવોરન્ટાઈન વોર્ડમાં પણ સીસીટીવી કેમેરા : ડોકટરો અને નર્સો સાથે સતત ગેરવર્તાવને લીધે નિર્ણય : દર્દીઓ આઈસોલેશનમાંથી ભાગી નહિં શકે

- સિંગાપોરમાં ૭ એપ્રિલથી એક મહિના માટે લોકડાઉનઃ વડાપ્રધાને કરેલ જાહેરાત :  માત્ર આવશ્યક સેવાઓ અને મહત્વના આર્થિક સેકટર ખુલ્લા રહેશે

- ઈરાનની સંસદના અધ્યક્ષને કોરોના : ઈરાન સંસદના સ્પીકર અલી લારી જાનીને કોરોના પોઝીટીવ આવ્યો : ઈરાનના વિદેશ પ્રધાનના એડવાઈઝરનું કોરોનામાં મૃત્યુ : ઈરાનમાં કુલ ૭ અધિકારીના મોત : ઈરાનમાં ૩ હજારના જીવ ગયા

- સવારથી બપોરે ૧૨ સુધીમાં : દેશભરમાં ૭૨ નવા કેસ નોંધાયા : ઉત્તર પ્રદેશમાં ૩૦ નવા કેસ

- ભારતની અમેરિકી એલચી કચેરીના સ્ટાફને કોરોના : દિલ્હી ખાતેની અમેરિકન એમ્બેસી ઓફીસના એક સ્ટાફ મેમ્બરને કોરોના પોઝીટીવ આવતા હડકંપ

- કોરોના છેલ્લા ૨૪ કલાકમાં

ફ્રાન્સ

૧૩૫૫ મૃત્યુ

૨૧૧૬ નવા કેસ

યુ.એસ.એ.

૯૬૮ મૃત્યુ

૨૯૮૭૪ નવા કે.સ

સ્પેન

૯૬૧ મૃત્યુ

૭૯૪૭ નવા કેસ

ઈટલી

૭૬૦ મૃત્યુ

૪,૬૬૮ નવા કેસ

યુ.કે.

૫૬૯ મૃત્યુ

૪૨૪૪ નવા કેસ

ભારત

૭૨ મૃત્યુ

૨,૫૬૭ નવા કેસ

પાકિસ્તાન

૩૫ મૃત્યુ

૨૪૫૦ કુલ કેસ

- ગુજરાતમાંથી દિલ્હી તબ્લીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા ૬૮ લોકોની ઓળખ - પત્તો નથી : અમદાવાદ કોરોના મુદ્દે હાઈકોર્ટમાં  રીટ પીટીશન અંગે સુનાવણી શરૂ : તમામને શોધવા માટે આરએડબલ્યુની મદદ લેવાઈ : ૮૩ લોકોને શોધી - ઓળખી કવોરન્ટાઈન કરાયા : એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી

- થેલેસેમીયાના ૨૮૮ બાળકોને લોહી અપાયુ : લોકડાઉન દરમિયાન થેલેસેમીયાના ૨૮૮ બાળકોને ૩૩૨ યુનિટ લોહી પૂરૂ પાડવામાં આવ્યાનું અગ્રસચિવ, રાહત, ડો.જયંતિ રવિએ કહ્યું છે

- કોરોના વાયરસ : ભારતમાં સવાર સુધીમાં ૫૦૦ કેસ વધતા હાહાકાર : મૃત્યુઆંક : ૭૨ : કુલ કેસ : ૨,૫૪૩

- વિશ્વમાં ૧૦ લાખ કોરોના દર્દી ૧૦,૧૬,૧૨૮

કુલ મૃત્યુ : ૫૩૧૪૬

- યુ.એસ.એ.માં ૨૪ કલાકમાં અધધધધધધ ૨૮,૭૩૨ કેસ : કુલ : ૨,૪૫,૪૧૬ : કુલ મોત : ૬,૦૦૦ : ૧૩ લાખ ટેસ્ટ થયા

- ભારતમાં સવારે કોરોના કેસો : સત્તાવાર જાહેરાત

કુલ કેસ : ૨૩૦૧

૨૪ કલાકમાં : ૩૩૬ કેસ

૧૫૭ સાજા થયા

મૃત્યુઆંક : ૫૬

- સવારની સ્થિતિ

ગુજરાતમાં કોવિડ-૧૯ છેલ્લી સ્થિતિ

કુલ મૃત્યુ : ૮

નવા કેસ : ૭

કુલ કેસો : ૯૫

અમદાવાદ : ૩૮

સુરત : ૧૨

ગાંધીનગર : ૧૧

રાજકોટ : ૧૦

વડોદરા : ૯

ભાવનગર : ૭

પોરબંદર : ૩

ગીર સોમનાથ : ૨

પંચમહાલ : ૧

મહેસાણા : ૧

કચ્છ : ૧

(૧૧ જીલ્લામાં કોરોના પ્રસર્યો)

- વિશ્વમાં કોરોના ટેસ્ટની સ્થિતિ?

કયા દેશમાં, કેટલા ટેસ્ટ થાય છે?

(દર ૧૦ લાખ વ્યકિતએ)

ઈટાલીમાં : ૮૩૭૯ ટેસ્ટ

દ. કોરીયા : ૭,૭૧૦

સ્પેન : ૭,૫૯૬

યુ.એસ.એ. : ૩,૦૭૮

યુ.કે. : ૨,૧૫૬

ભારત : ૩૨

- રાજસ્થન સરકારે બે મહિના માટે વિજળી - પાણીના બીલની વસૂલાત મુલત્વી રાખી

- એર ઈન્ડિયા ફ્રેન્કફર્ટથી મુસાફરોને લાવવા ખાસ વિમાની ફલાઈટ ઉડાડશે

- અમદાવાદમાં ૭ વર્ષની સૌથી નાની બાળકીને કોરોના પોઝીટીવ : ડો.જયંતિ રવિ

-ઓડીસાને બે શહેરોમાં ૪૮ કલાકનું સજ્જડ લોકડાઉન : ઓડીસાના ભુવનેશ્વર અને ભદ્રાકમાં આજે રાત્રે ૮ વાગ્યાથી ૪૮ કલાક માટે જડબેસલાક સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાશેઃ રાજયના ચીફ સેક્રેટરીની જાહેરાત

-ભારતને અંદાજે ૭૬ લાખ કરોડના નુકશાનની શકયતા  : દરરોજ ૩૪ હજાર કરોડનું નુકશાન થઈ રહ્યુ છે : જીવન જરૂરી વસ્તુઓ સિવાયના ઉદ્યોગો બંધ પડેલા છે : ટૂર, ટ્રાવેલ્સ, રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટમાં સૌથી વધુ નુકશાન

-દાહોદ પંથકમાં જબરો હાહાકાર : એક જ પરિવારની ૩-૩ માસૂમ દિકરીઓ કૂવામાં રમતા રમતા પડી જતા ભોગ લેવાયો

-ભારતની અમેરિકી એલચી કચેરીના સ્ટાફને કોરોના : દિલ્હી ખાતેની અમેરિકન એમ્બેસી ઓફીસના એક સ્ટાફ મેમ્બરને કોરોના પોઝીટીવ આવતા હડકંપ

સવારથી બપોરે ૧૨ સુધીમાં

દેશભરમાં ૭૨ નવા કેસ નોંધાયા : ઉત્તર પ્રદેશમાં ૩૦ નવા કેસ

ઉ.પ્ર. : ૪૪

રાજસ્થાન : ૨૧

આંધ્ર : ૧૨

હરિયાણા : ૮

ગુજરાત : ૭

ગોવા : ૧

કર્ણાટક : ૧

લદાખ : ૧

પંજાબ : ૧

(4:17 pm IST)