Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ATM ખાલી ન રહે તેવી થશે વ્યવસ્થા

ગીચ વસ્તી-શાક માર્કેટ-બજારોમાં રહેલ ATM માં વધુ કેશ ફલો કરવા નિર્ણય

નવી દિલ્હી, તા., ૩: લોકડાઉન પીરીયડ  દરમ્યાન સામાન્ય ગ્રાહકો, જનધન મહિલા  ખાતાધારકો, ખેડુતો અને પેન્શનરોને એટીએમથી પૈસા ઉપાડવામાં કોઇ તકલીફ ન પડે તેના માટે એક ખાસ રણનીતી બનાવાઇ છે. હવે ગાઢ વસ્તી, શાક માર્કેટ અને બજારની આજુબાજુ જેટલા પણ એટીએમ છે તેમના પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેવી તેમાં રોકડ ખલાસ થશે એટલે તરત જ તેમાં કેશ નાખવામાં આવશે. આના માટે બેંકોને એલર્ટ કરી દેવાઇ છે. તેમને એટીએમ માટે રોકડની ઉપલબ્ધતા વધારવા કહેવાયું છે. કેશ લઇ જનારી વાનને અવર જવરમાં કોઇ મુશ્કેલી ન થાય તેના માટે ગૃહ મંત્રાલય તરફથી રાજયોને નોટીસો અપાઇ છે. કેશ  લોજીસ્ટીક ટીમને પણ એલર્ટ કરી દેવાઇ છે તે પહેલાની સરખામણીમાં એટીએમમાં વધુ કેશ ભરવા માટે તૈયાર રહે.

અત્યારે દેશમાં લગભગ ર.ર૦ લાખ એટીએમ છે. લગભગ ૧ર૦૦૦ કેશ બન છે. અને ૬પ૦૦ લોજીસ્ટીક વર્કર્સ છે આ લોકો લોકડાઉન દરમ્યાન એટીએમમાં કેશ નાખવા તનતોડ મહેનત કરી રહયા છે.

(11:37 am IST)