Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સ્વસ્થ જાહેર થયા

ટ્રમ્પનો બીજીવાર કરાયો કોરોના ટેસ્ટ

વોશીંગ્ટન, તા.૩: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એકવાર ફરીથી કોરોનાવાયરસ ટેસ્ટ કરવાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સ્ટેફની ગ્રીશમ આ વાતની માહિતી આપી હતી. પહેલા પણ ટ્રમ્પ કોરોના વાયરસ ટેસ્ટ કરાવી ચુકયા છે જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સ્ટેફની ગ્રિશ્મે કહ્યું, ' આજે સવારે રાષ્ટ્રપતિનો એક નવી રેપિડ પાઈન્ટ-ઓફ-કેર પરીક્ષણ ક્ષમતાનો ઉપયોગ કરીને કોવિડ -૧૯ નો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ છે.' ગુરુવારના કોરોનોવાઈરસ ટાસ્ક ફોર્સ બ્રિફિંગ માટે રાષ્ટ્રપતિની સામે આવતા પહેલાં પત્રકારોને આપવામાં આવેલા નોટમાં કહેવામાં આવ્યું કે ટ્રમ્પનો ટેસ્ટ કર્યાના ૧૫ મિનિટ પછી રિઝલ્ટ આવ્યુ હતુ.

 ટ્રમ્પે મેમોને સંભાળતા બ્રિફિંગમાં કહ્યું, 'મે ટેસ્ટ કરો અને બહાર આવી ગયો. તેમાં ફકત ૧૫ મિનિટનો સમય લાગ્યો હતો અને હું ફરીથી કામ માટે તૈયાર થઇ ગયો. તમે પણ કરાવી શકો છો.' ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ખરેખર જોવા માટે ખૂબ જ ઉત્સુક હતાં કે આ તેટલી ઝડપથી કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ સરળ છે. હું બે વાર ટેસ્ટ કરીં ચુકયો છું અને બીજી વારનો અનુભવ સુખદ રહ્યો.

ગત મહિને અમેરિકન રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ગત મહિને વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના સંપર્કમાં આવેલા લોકોના તાપમાનની તપાસ શરૂ કરશે.

(11:34 am IST)