Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ન્યુયોર્કમાં જ દર્દીઓની સંખ્યા ૧ લાખ ઉપર

કોરોના સામે અમેરિકા લાચારઃ ૧ દિવસમાં જ ૧૧૬૯ લોકોના મોતઃ ન્યુયોર્ક બન્યુ એપી સેન્ટર

ન્યુયોર્ક, તા.પઃ અમેરિકામાં કોરોના કાળચક્ર બનીને ફરી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યુ છે. કોરોનાના કારણે અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૧૦૦ જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ બે લાખ ૪૫ હજારથી વધુ કેસ થયા છે. જયારે મૃત્યુઆંક પણ છ હજારને પાર થયો છે. ૧ દિવસમાં ૧૧૬૯ના મોત થયા છે.

અમેરિકામાં કોરોનાનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્કમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખની નજીક પહોંચી ગઈ છે. અને પચ્ચીસોથી વધુના મોત થયા છે. જયારે ન્યુજર્સીમાં પચ્ચીસ હજારથી વધુ કેસ નોંધાયા અને ૫૩૦થી વધુના માત્ર ન્યુજર્સીમાં મોત થયા. આ ઉપરાંત કેલિફોર્નિયામાં ૧૮૯ નવા કેસ નોંધાતા કુલ ૧૧ હજારથી વધુ કેસ થયા..અમેરિકામાં કુલ ૧૦ હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે..

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ખૂબ જ ઝડપથી કોરોનાનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે અને કુલ ૨ લાખ ૧૫ હજાર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર ન્યુયોર્કમાં જ ૮૩ હજારથી વધુ પોઝીટીવ કેસ સામે આવ્ય છે. જયારે ન્યૂજર્સીમાં ૨૨,૨૦૦ થી પણ વધુ કેસ છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક ૫ હજારને પણ પાર થઈ ગયો છે. જેમાં ન્યુયોર્ક ખાતે કુલ ૨,૨૦૦ થી વધુ લોકોના મોત થયા છે. તેથી અમેરિકામાં ન્યુયોર્ક કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે.

(11:33 am IST)