Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

૧૦૦ વર્ષ જુની તબ્લીગ જમાતમાંય હવે ફાંટા છેઃ મૌલાના સાદ એક હથ્થુ વહિવટ ચલાવે છે

નવી દિલ્હી તા. ૩ : કાંધલીના મૌલાના ઇલિયાસે તબલીઘી જમાતની સ્થાપના કરી હતી, હાલના આમિર મૌલાના સાદ તેમના પ્રપૌત્ર છે.

મૌલાના સાદની એક ઝલક મેળવવા માટે પણ અનુયાયીઓ પડાપડી કરતાં હોય છે, સાદ કાંધલવીના ઉપદેશો તેના વર્ગમાં લોકપ્રિય છે.

કોરોના મહાસંકટને વકરાવવા માટે બદનામ થયેલ દિલ્હીની તબલીઘી જમાત અને તેના આમિર (મુખ્યા) સાદ કાંધોલવી અત્યારે ભારે વિવાદાસ્પદ બન્યા છે. કોરોના સંકટ અને કલમ ૧૪૪ ની જાહેરાત છતાં તેમણે તબલીઘી મરકઝમાં (ધાર્મિક મેળાવડો) યોજ્યો, જેમાં દેશ-વિદેશથી હજારો લોકો ઉમટયા. કોરોના સંબંધિત સઘન આરોગ્ય ચકાસણીની સુચના હોવા છતાં તેનું પાલન ન કર્યું અને લોકડાઉન પછી પણ પરશાસનને માહિતગાર ન કરવાની અક્ષમ્ય ભૂલ બદલ સાદ કંઘોલવી હાલ સરકારના રડાર પર આવી ચૂકયા છે.

દિલ્હીથી માત્ર ૧ર૦ કિલોમીટર દૂર ઉતતર પ્રદેશના શામલી નજીક કાંધલા નામનું નાનકડું ગામ છે માંડ પ૦૦ ઘરની વસ્તી ધરાવતા આ કાંધલા ગામનું મહત્વ એ છે કે લગભગ એક સદીથી આ ગામ સમગ્ર ભારતના મુસ્લિમોના એક સમુદાય પર પ્રભુત્વ ધરાવે છે. કાંધલા ગામાં જન્મેલા મહંમદ ઇલિયાસ કાંધેલવીએ ઇસ. ૧૯ર૭માં દિલ્હીના બસતિ નિઝામુદ્દિન પાસેની  બંગલાવાલી મસ્જિદમાં તબલીઘી જમાતની સ્થાપના કરી હતી. તબલીઘ એટલે અલ્લાહનો પ્રચાર ધર્મ પ્રચારકો તૈયાર કરવા, ઇસ્લામના ચુસ્ત આદર્શો અને પરંપરાનું પાલન કરવું એવા હેતુથી રચાયેલ તબલીઘી જમાત આજે ભારતભરના મુસ્લિમોના એક સમુદાય પર પ્રભાવ ધરાવે છે

તબલીઘી જમાતના સ્થાપક ઇલિયાસ કાંધેલવી પછી તબલીઘી જમાતનું સંચાલન વારસાગત બની ગયું હતું. જમાતના મુખ્ય મૌલાના ''આમિર'' કહેવાય છે.મૌલાના ઇલિયાસ પછી તેમના પુત્ર યુસુફ આમિર બન્યા હતા. યુસુફ પછી તેમના પુત્ર હારૂને તબલીઘી જમાતનું સંચાલન કર્યું હતું. હાલ હારૂનના પુત્ર અને સ્થાપક મૌલાના ઇલિયાસના પ્રપૌત્ર  મહંમદ સાદ કાંઘેલવી તબલીઘી જમાતના આમિર છે. ધર્મચુસ્ત, અત્યંત રૂઢિવાદી અને પરંપરાવાદી ઇસ્લામને પ્રોત્સાહન આપતી તબલીઘી જમાતના દુનિયાભરમાં અનુયાયીઓ છે. શામલી ખાતે આલિશાન કોઠી ધરાવતા કાંઘેલવી પાસ ેવૈભવી કારનો મોટો કાફલો છે. દિલ્હીમાં પણ તેમનો ભારે દબદબો હોય છે. અનુયાયીઓ તેમની એક ઝલક માટે પડાપડી કરતાં હોય છે અને જીવનમાં એક વખત મુસ્લિમ પરંપરા મુજબ આમિરનો હાથ ચૂમવા મળે તો જીવન ધન્ય થઇ ગયેલું ગણે છે.

મૌલાના ઇલિયાસે સ્થાપેલી તબલીઘી જમાતમાં વંશપરંપરા અને એકહથ્થુ શાસન હોવાથી અન્ય કેટલાક મૌલાનાઓને તેની સામે મનદુઃખ થયેલું છે. અગાઉ ૧૦ મૌલવીઓની સૂરા તરીકે ઓળખાતી સમિતિ જમાતનો વહીવટ સંભાળતી હતી.પરંતુ સૂરાના સભ્યો વયોવૃદ્ધ હોવાથી એક પછી અકે મૃત્યુ પામ્યા એ પછી તેમની ખાલી જગ્યા પર અન્યને નિયુકિત આપવાને બદલે મૌલાના સાદે પોતે જ તબલીઘી જમાતનો સઘળો વહીવટ એકહથ્થુ કરી નાંખ્યો, આથી નારાજ થયેલા ચાર મૌલવીઓએ તબલીઘી જમાત સાથે છેડો ફાડીને તુર્કમાન ગેટ, દિલ્હી નજીક એક મસ્જિદમાં નવું કેન્દ્ર ઉભું કર્યું. જો કે આજે પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય બસતિ નિઝામુદ્દિન સ્થિત તબલીઘી જમાતને જ અનૂસરે છે.

(11:33 am IST)