Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચવાની આશંકા આસીએમઆર આજે બહાર પાડશે નવા દિશાનિર્દેશો

નવી દિલ્હી તા. ૩: ભારતમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કોમ્યુનીટી  ટ્રાન્સમીશન એટલે કે ત્રીજા સ્ટેજમાં પહોંચવાની આશંકા પણ વધી  ગઇ છે.  ખાસ કરીને , તબલીગી જમાતના લોકોના મોટાપાયે દેશના કેટલાય વિસ્તારોમાં ફેલાવા અને કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા પછી  સરકાર કોરોનાને પગલે રોકવા  નવી રણનીતી પર વિચાર કરી રહી છે.  તેના હેઠળ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓવાળા હોટ સ્પોટમાં લોકોના મોટાપાયે કોરોના ઈફેકટ શરૂ થઇ શકે છે.  આના માટે   આજે આઇસીએમઆર નવી ગાઇડલાઇન્સ બહાર પાડશે.

નવી રણનીતિ મુજબ  , સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શંકાવાળા વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોનો સંપર્ક  કરશે. આ વિસ્તારોમાં  કોરોનાના લક્ષણવાળા લોકોનો સંપર્ક તપાસની સાથે સાથે મોટા પાયે લોકો સેમ્પલ પણ તપાસવામાં આવશે. જેથી ખબર પડે કે ત્યાં કોરોના વાઇરસ કેટલો ફેલાયો છે.  એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે નવી પરિસ્થિતીને જોતા કોરોના  વાયરસના ટેસ્ટ  દિશા નિર્દેશો બદલવાની તૈયારી થઇ રહી છે.  અત્યાર સુધી જેમને કોરોનાના લક્ષણ દેખાતા હોય તેવા લોકોના જ સેમ્પલની  પરવાનગી હતી પણ તેમાં ઢીલ મુકાશે. આઇસીએમઆર નવા દિશાં નિર્દેશો તૈયાર કરવા લાગેલુ છે. જેમાં જણાવવામાં આવશે કે કયા કયા લોકોના કોરોના ટેસ્ટ  કરી શકશે.

(11:22 am IST)