Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકડાઉન વચ્ચે એપ્રિલ મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે: જાણો RBIની રજાઓની યાદી

છઠીએ મહાવીર જયંતિ,14મીએ આબેડકર જયંતિ,25મીએ પરશુરામ જયંતિ

 

નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કારણોસર બેંકોમાં સ્ટાફની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. સોશ્યલ ડિસ્ટન્સીગ જાળવવા માટે બેંકોએ પોતાના સમયપત્રકમાં કેટલાક ફેરફાર કર્યા છે.

લોક ડાઉન ઉપરાંત ઘણા બધા પ્રકારની રજાઓ ભેગી થતી હોવાથી મહિને ગુજરાતમાં બેંકોમાં ૧૦ દિવસ રજાના રહેશે અને કામના દિવસો ફક્ત ૨૦ દિવસ રહેશે.

અમદાવાદ રીજીયોનલ ઓફિસની માહિતી પ્રમાણે ગુજરાતમાં ૧લી તારીખે બેંકોનું એન્યુઅલ કલોઝિંગ, ૨જી તારીખે રામ નવમી, ૬ઠ્ઠી તારીખે મહાવીર જયંતિ, ૧૪મી તારીખે બાબા સાહેબ આંબેડકર જયંતિ અને ૨૫ તારીખે પરશુરામ જયંતિ હોવાના કારણે રાજ્યની બેંકો દિવસો તહેવારના કારણે બંધ રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે બેંકોમાં દર મહિને બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે અને દર રવિવારે બેંક બંધ રહે છે. આમ , ૧૧, ૧૨, ૨૫ અને ૨૬ તારીખે પણ બેંકો બંધ રહેશે.

(12:05 am IST)