Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉન વચ્ચે દેશભરમાં ઝડપથી ઘટયો અપરાધનો ગ્રાફ

નવી દિલ્લીઃ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાગૂ લોકડાઉન વચ્ચે પ્રદૂષણ ઘટવા અને ઓજોનલેયરના રિપેયર થવાની સારી ખબરો સાથેજ અપરાધનો ગ્રાફ ઘટવાની ખબરો આવી રહી છે. જોકે નેશનલ ક્રાઇમ રીપોર્ટ બ્યૂરોએ આને લઇ આંકડા જારી નથી કર્યા.

પણ રાજયોની પોલીસ વિભાગથી મળેલ જાણકારીના આધાર પર ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક સહિત દેશના ઘણા રાજયોમાં આપરાધિક ઘટનાઓમાં ઘટાડો થયો છે. અપરાધિઓને સંક્રમણનો ડર છે માટે તે બહાર નીકળતા નથી. આ દરમ્યાન હત્યા, અપહરણ, ચોરી-ડકેતી, લૂંટફાટમાં જબરો ઘટાડો થયો છે. આ પહેલા યુપીમાં દરરોજ મહિલા વિરૃધ્ધ ૧૬ર મામલા દાખલ થયા હતા.

(11:01 pm IST)