Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જીજેઇપીસી દ્વારા પીએમ ફંડમાં ૨૧ કરોડનું દાન

અમદાવાદ,તા. ૨ :  કોરોનાના દેશભરમાં વધી રહેલા વ્યાપ અને વધતાં જતાં કોરોના પોઝિટિવના કેસોની સ્થિતિ વચ્ચે કોરોના વાયરસ સામેની લડાઇમાં હવે ભારતમાં જેમ એન્ડ જ્વેલરી વેપારની સર્વોચ્ચ સંસ્થા જીજેઇપીસીએ પીએમ-કેર્સ ફંડમાં રૂ. ૨૧ કરોડનું દાન કરવાનો નિર્ણય લીધો છે. જીજેઇપીસીના ચેરમેન શ્રી પ્રમોદ અગ્રવાલે આ અંગેની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેના જંગમાં આ આર્થિક સહયોગ દેશનાં કલ્યાણ માટે ભારતમાં સંપૂર્ણ જેમ અને જ્વેલરી વેપાર તરફથી અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશ હાલ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે. અત્યારે દેશને સંસ્થાની સેવા અને એના સંસાધનોની અભૂતપૂર્વ જરૂર છે. આ પ્રકારનાં સમયમાં કાઉન્સિલ કોવિડ-૧૯ સામે લડવા ભારત સરકારે હાથ ધરેલી તમામ પહેલોને ટેકો એકતા અને પ્રબળ ટેકો આપવા આગળ આવી છે.

              આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મજબૂત અને સક્ષમ નેતૃત્વમાં ભારત સરકારે દેશમાં કોવિડ-૧૯ના પ્રસારને નિયંત્રણમાં લેવા શક્ય તમામ પગલાં સક્રિયપણે લીધા છે. મને આશા છે કે, જીજેઇપીસીનું પીએમ-કેર્સ ફંડમાં પ્રદાન કોવિડ-૧૯માં રાહત આપવા માટે સરકારે હાથ ધરેલી કેટલીક પહેલોમાં ફરક લાવી શકે છે. આપણા દેશની આર્થિક સ્થિતિ અને કેટલાંક ઉદ્યોગોને ગંભીર ફટકો પડ્યો છે. અમે અમારા સભ્યો, વેપારી સંગઠનો, જેમ એન્ડ જ્વેલરી સંસ્થાઓને આગળ આવવા તથા પીએમ-કેર્સ ફંડમાં ઉદાર હાથે દાન કરવાની અપીલ પણ કરી છે. જીજેઇપીસી ભારત સરકારનાં વાણિજ્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત જેમ એન્ડ જ્વેલરી ટ્રેડની સર્વોચ્ચ સંસ્થા છે, જે દેશભરમાં ૭,૦૦૦ સભ્યો ધરાવે છે. કાઉન્સિલ મુંબઈ, દિલ્હી, ચેન્ની, કોલકાતા, જયપુર અને સુરતમાં ઓફિસો ધરાવે છે. કાઉન્સિલ ૪૦ અબજ ડોલરનાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગનું નેતૃત્વ કરે છે તથા ક્ષેત્રની નિકાસને પ્રોત્સાહન આપવા, ટ્રેડ તરફથી સરકારને નીતિગત ભલામણો કરવા, માળખાગત વિકાસ દ્વારા સતત વિકાસ પ્રદાન કરવા તેમજ સીએસઆર માટે, માયકેવાયસી દ્વારા સ્વનિયમનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે અને ભારતમાં કિમ્બર્લી પ્રોસેસ માટે નોડલ એજન્સી છે.

(12:00 am IST)