Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના કહેર : મૃતાંક ૬૮ ઉપર પહોંચ્યો

નવા કેસોની સાથે કેસોની સંખ્યા વધીને ૨૨૨૫ સુધી પહોંચી ગઇ : મોતનો આંકડો અને કેસોની સંખ્યામાં હજુ પણ વધારો રહેતા ચિંતા અકબંધ મોતનો આંકડો વધુ ૧૨ વધતા મૃતાંકમાં વધારો : મહારાષ્ટ્રમાં સૌથ વધુ કેસ

નવી દિલ્હી, તા.૨ :  દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. કેસ અને મોતનો આંકડો ભારતમાં પણ વધી રહ્યો છે. આજે સવારે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કેસોની સંખ્યા ભારતમાં કેટલાક નવા કેસોની સાથે વધીને ૨૨૨૫ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે મોતનો આંકડો વધીને ૬૮ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. કેરળ અને મહારાષ્ટ્ સૌથી વધારે પ્રભાવિત છે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીર અને તમિળનાડુ પણ સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા રાજ્યોમાં સામેલ છે. કર્ણાટકમાં પણ કેસોની સંખ્યા ૧૦૦થી ઉપર પહોંચી ગઇ છે.૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. દેશમાં ૧૪૪ લોકો સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી ઘરે જતા રહ્યા છે. ૬૮ના મોત થયા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે.

            ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે.

                   હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સોમવારના દિવસે સંખ્યા ૧૩૪૭ હતી. જે મંગળવારના દિવસે વધીને ૧૬૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. ગઇકાલે બુધવારના દિવસે કેસોની સંખ્યા ૧૯૦૦થી ઉપર પહોંચી હતી.આજે ગુરૂવારના દિવસે કેસોની સંખ્યા ૨૦૦૦થી ઉપર પહોંચી ગઇ છે. જે દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.  ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા ચાર દિવસમાં નોંધાયા છે.  મોતનો આંકડો વધીને ૬૬ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૪૪ ઉપર રહેલી છે. મોડી રાત સુધી કેસોમાં વધારો જારી રહ્યો હતો. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૩૫થી પણ ઉપર પહોંચી ચુકી છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

કોરોનાએ ભારતમાં સ્પીડ પકડી હોવાના દાવા

નવીદિલ્હી,તા. ૨ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. કેસ અને મોતનો આંકડો ભારતમાં પણ વધી રહ્યો છે. આજે સવારે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કેસોની સંખ્યા ભારતમાં કેટલાક નવા કેસોની સાથે વધીને ૨૨૨૫ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે મોતનો આંકડો વધીને ૬૮ ઉપર પહોંચી ગયો છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૮૬

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૨૧૯

૦૧

ગુજરાત

૮૮

૦૧

હરિયાણા

૪૩

-

કર્ણાટક

૧૧૦

૦૦

કેરળ

૨૬૫

૦૮

મહારાષ્ટ્ર

૩૩૫

૦૩

ઓરિસ્સા

૦૪

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૨

૦૦

૧૧

પંજાબ

૪૬

૦૦

૧૨

રાજસ્થાન

૧૦૮

૦૨

૧૩

તેલંગાણા

૧૦૭

૧૦

૧૪

ચંદીગઢ

૧૬

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૬૨

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૧૧૩

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૭

૦૧

૧૯

બંગાળ

૫૩

૦૦

૨૦

તમિળનાડુ

૨૩૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૯૯

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૨૪

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૦૫

૦૦

(12:00 am IST)