Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમેરિકામાં 1 એપ્રિલનો દિવસ " નેશનલ સેન્સસ ડે " તરીકે ઉજવાયો : ઇન્ડિયન અમેરિકન્સ સહીત તમામ નાગરિકોને વસતિ ગણતરીનું ફોર્મ અચૂક ભરી દેવા લોસ એંજલસ કાઉન્ટી દ્વારા અનુરોધ કરાયો

લોસ એંજલસ : અમેરિકામાં 12 માર્ચથી વસતિ ગણતરીના ફોર્મ દરેક નાગરિકોને મોકલવાનું શરૂ કરી દેવાયું છે.જે અંતર્ગત આ ઝુંબેશને વેગ આપવા માટે 1 એપ્રિલનો દિવસ નેશનલ સેન્સસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું
આથી લોસ એંજલસમાં આ ફોર્મ અંગે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી સહીત તમામ નાગરિકોને ખાસ જાણ કરાઈ હતી તથા વર્તમાન કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઈ સરકાર દ્વારા જાહેર કરતી તમામ રાહતોનો લાભ મળી શકે તે માટે અચૂક ફોર્મ ભરી દેવા જણાવાયું હતું જે ઓનલાઇન ,ફોન દ્વારા ,અથવા ઈમેલ દ્વારા ભરી શકાય છે.તેમ જણાવાયું હતું

(8:34 am IST)