Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

પ્રિયંકા ગાંધી ગુજરાતની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે ? પ્રદેશ કોંગ્રેસમાં ભારે ચર્ચા

દમણ-દીવ કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલનો દાવો: એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ પ્રિયંકા ગાંધી મેદાનમાં આવશે તો ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે

અમદાવાદ: ભાજપે 15 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને મોટો ઘડાકો કરી દીધો છે. હજી પણ 11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. જ્યારે કોંગ્રેસ કોની ટિકિટ આપશે તે હજી દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. પરંતુ આ વચ્ચે એક મોટી ખબર આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ-દીવ કોંગ્રેસના  અધ્યક્ષ કેતન પટેલે આ દાવો કર્યો છે. જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. 

કોંગ્રેસના પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. કેતન પટેલે જણાવ્યો કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે તૈયારી થઈ રહી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થશે. દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ કોંગ્રેસને ફાયદો થશે. દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અસર થશે.

(6:14 pm IST)