Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

એમેઝોનનાં નવાં આઇકોનની હિટલરની મૂંછો સાથે તુલના થતા કંપનીએ લોગો બદલી નાખ્યો

બ્લૂ કલરના ટેપ ડિઝાઇનને યૂઝર્સે ટ્રોલ કરી હતી. નેગેટિવ ફિડબેક બાદ ડિઝાઇન બદલી

નવી દિલ્હી : એમેઝોનએ પોતાની નવી એપના લોગોની ડિઝાઇન બદલી નાંખી છે. કંપનીને ગત ડિઝાઇન માટે પોતાના ગ્રાહકો પાસેથી મળી રહેલ નેગેટિવ ફિડબેક બાદ આવું કરવું પડ્યું છે ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે એમેઝોનનાં આ નવાં આઇકોનને હિટલરની મૂંછો અને ચહેરા સાથે જોડી દીધુ હતું.

નવી એપના આઇકોનને આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ આઇકોનમાં એક ભૂરા રંગના કાર્ડબોર્ડની ઉપર કંપનીનું સિગ્નેચર સ્માઇલ અને ટૉપ પર બ્લૂ કલરની એક ટેપ દેખાઇ રહી છે. લોકોએ તેને હિટલર સાથે જોડી દીધુ છે. હવે એમેઝોને પોતાના એપ આઇકોનની ડિઝાઇન બદલી નાંખી છે. અપડેટ કરવામાં આવેલ એમેજોન એપ આઇકોન સંપૂર્ણ રીતે કોઇ પણ વિવાદથી બચતું જોવા મળી રહ્યું છે.

હવે તે ભૂરા રંગના કાર્ડબોર્ડ બોક્સ પર ટૂથબ્રશ મૂંછના સ્થાને, વાદળી રંગના ટેપની નીચેથી વાળી દેવામાં આવ્યું છે અને બાકીની ડિઝાઇન કંપનની સિગ્નેચર સ્માઇલ પહેલાના આઇકોન જેવી જ છે.

આખો વિવાદ આ બ્લૂ કલરના ટેપની ડિઝાઇનને લઇ શરૂ થયો હતો. ઘણા સોશ્યલ મીડિયા યૂઝર્સે એમેઝોનના આ નવા આઇકોનને હિટલરની મૂછો સાથે જોડી દીધો હતો અને તેના ચહેરા સાથે પણ સાંકળી દીધો હતો. તો ગણા લોકોએ કંપનીનાં લોગોની ડિઝાઇન વિશે ફરીથી વિચારવાની સલાહ આપી હતી. ખરેખર કંપની 25 જાન્યુઆરી 2021ના રોજ આ નવો લોગો પોતાની એપ પર અપડેટ કર્યો હતો. નોંધનિય છે કે, ટૂથબ્રશ ડિઝાઇનની મૂંછોને મૂળ રૂપે 1900ના દાયકાની શરૂઆતમાં ચાર્લી ચેપલિન જેવા હાસ્ય કલાકારો દ્વારા લોકપ્રિય કરવામાં આવી હતી. જોકે તેને હંમેશા અડોલ્ફ હિટલર સાથે જોડવામાં આવી, પરંતુ આ તેની પહેલાથી જ ચલણમાં છે.

ઇ-કોમર્સ વેબસાઇટ Myntraએ પણ તાજેતરમાં જ પોતાના લોકોમાં બદલાવ કર્યો હતો. કંપનીના લોકોને મહિલાઓ માટે આપત્તિજનક ગણાવવામાં આવ્યો હતો અને આ મામલે મુંબઇ સાઇબર ક્રાઇમમાં કેમ પણ નોંધવામાં આવ્યો હતો. જેના પછી કંપનીએ લોગોમાં બદલાવ કરવાનો ફેંસલો લીધો હતો.

(9:32 pm IST)