Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જળ સંશાધન પ્રધાનની સેક્સ સીડી બહાર આવતા ભેરવાયા

કર્ણાટકની ભાજપ સરકાર માટે શરમજનક સ્થિતિ : જરકીહોલી દ્વારા મહિલા પાસેથી નોકરી બદલે સેક્સ્યુઅલ તરફેણ માગતી સીડી પ્રકાશિત, મંત્રીએ આક્ષેપોને ફગાવ્યા

બેંગલુરુ, તા. ૩ : કર્ણાટકમાં યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે મોટી શરમજનક સ્થિતિ વચ્ચે મંગળવારે સરકારના જળ સંસાધન પ્રધાન રમેશ જરકીહોલી દ્વારા એક મહિલા પાસેથી નોકરીના બદલે સેક્સ્યુઅલ તરફેણ માગતી સીડી બહાર આવી હતી.

એક અખબાર દ્વારા સ્વતંત્ર રીતે સીડીની સત્યતાની ચકાસણી થઈ શકે તેમ ન હતી, આ સીડીને એક સામાજિક કાર્યકર દિનેશ કાલાહલ્લીએ ન્યૂઝ ચેનલોને આપી હતી. જેણે ક્યુબોન પાર્ક પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. કાલાહલ્લીએ બેંગલુરુ શહેર પોલીસ કમિશનર કમલ પંત સાથે પણ મુલાકાત કરી હતી અને મહિલા માટે સુરક્ષાની માગ કરી હતી.

આ સીડીની ઘટના બહાર આવ્યા બાદ મંત્રી જરકીહોલી કહ્યું હતું કે મને આઘાત અને દુઃખ થયું છે. આ ઘટના મારી સામેના મોટા કાવતરાનો એક ભાગ છે.' ત્રીજા પક્ષ દ્વારા મારી સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે જે સૂચવે છે કે આ કોઈના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી આરોપો સાબિત નહીં થાય ત્યાં સુધી હું રાજીનામું નહીં આપું. હું સત્ય સામે રાખવા માટે પ્રેસ મીટ રાખીશ. જ્યારે આ અંગે રાજ્યના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્મીએ જણાવ્યું હતું આ એક ખાનગી બાબત છે, અમને ફરિયાદ મળી છે. અમે તપાસ કરીશું.

આ સીડી બહાર લાવનાર સમાજીક કાર્યકર્તા કાલાહલ્લીએ દાવો કર્યો છે કે વીડિયો ક્લિપ્સમાં મંત્રી જરકીહોલી એક મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળે છે અને બંને વચ્ચે અંતરંગ વાતચીતનો ઓડિયો છે. તેમણે કહ્યું કે, જરકીહોલી વાતચીત દરમિયાન મહિલાને સરકારી નોકરીની લાલચ આપે છે અને કર્ણાટક ભવન (દિલ્હીમાં) હોવાથી મોટેથી ન બોલવા અંગે કહે છે.

એમ કાલાહલ્લીએ જણાવ્યું કે પીડિતા ઉત્તર કર્ણાટકની રહેવાસી જે તાજેતરમા જરકિહોલીને મળી હતી કારણ કે તે ઉત્તર કર્ણાટકના વિવિધ ડેમો પર ડોક્યુમેન્ટરી બનાવવામાં રસ ધરાવતી. બાદમાં, તેણે તેને કર્ણાટક પાવર ટ્રાન્સમિશન (કેપીટીસીએલ)માં નોકરી આપવાનું વચન આપ્યું હતું અને તેનું જાતીય શોષણ કર્યું હતું. તેમમણે વધુમાં કહ્યું જ્યારે જરકિહોલીને ખબર પડી કે પીડિતા પાસે તેના કારનામાની સીડી છે, ત્યારે તેમણે તેને ધમકી આપવાનું શરૂ કર્યું. તેથી જ હું તેના વતી અહીં આવ્યો છું કારણ કે પીડિતાને તેના જીવનનો ડર હતો. આ સાથે તેમણે વિગતવાર તપાસની માંગ કરી છે. જારકિહોલી રાજ્યના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારોમાંથી આવે છે અને તે બેલાગવી જિલ્લાના ખાંડના વેપારી છે. કોંગ્રેસ અને જેડી(એસ)ના ૧૭ પક્ષપાતીઓમાંથી તેઓ એક છે જેમના પક્ષ બદલવાના પરિણામે ૨૦૧૯માં રાજ્યમાં એચડી કુમારસ્વામી સરકાર પડી ભાંગી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ ડિવિઝન) એમ.એન. અનુચેતે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે પરંતુ તે ત્રીજી વ્યક્તિ તરફથી આવી હોવાથી અમે મહિલા અને તેના પરિવારના નિવેદનો લેવાની ફરજથી બંધાયેલા છીએ કારણ કે આવા કેસોની તપાસ કરતી વખતે કેટલીક માર્ગદર્શિકાઓ છે. સરકારી વકીલ એચ.આર. સત્યવતીએ કહ્યું: ત્રીજી વ્યક્તિએ પીડિતાવતી ફરિયાદ દાખલ કરી તેમાં કશું ખોટું નથી. પોલીસ પીડિતા અને અન્ય લોકો પાસેથી નિવેદનો લઈ શકે છે, કાયદા મુજબ કામ કરી શકે છે.

(8:02 pm IST)
  • સ્વિસ બેડમિંગટન ઓપનમાં પીવી સિંધુની શાનદાર શરૂઆત : પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી : પીવી સિંધુએ તુર્કીની ખેલાડીને 42મિનિટની રમતમાં 21-16, 21-19થી હરાવી પ્રથમ દૌરનો મુકાબલો જીત્યો access_time 12:30 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST

  • પ્રજાના જબ્‍બર સમર્થનથી અમારી જવાબદારી વધી છે, નવુ બજેટ સમાજના સર્વ વર્ગ માટે વિકાસયાત્રાને વેગ આપનારુ, આરોગ્‍ય ક્ષેત્રની કામગીરી વધુ વિકસાવાશે, આત્‍મનિર્ભર ગુજરાત તરફ પ્રયાણઃ નીતિન પટેલ access_time 11:17 am IST