Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રાજસ્થાનના જયપુરમાં તસ્કરોઍ ઘરમાં ચોરી કરવા માટે ૨૬ ફુટ લાંબી સુરંગ બનાવીઃ જમીનમાં દાટેલા ભેદી ચાંદીના બોક્સ ચોરવા માટે મિત્રઍ જ મિત્ર સાથે દગો કર્યોઃ માસ્ટરમાઇન્ડ જતીન જૈન બેંકકોકમાં ગોલ્ડ તસ્કરીમાં ઝડપાઇ ગયો છે

અમદાવાદ: અત્યારના સમયમાં ગમે તેટલા ગાઢ મિત્રો હોય પણ તેના પર વિશ્વાસ કરવો કે ના કરવો તે સવાલ ચોક્કસથી ઉભો થાય જ્યારે આ કિસ્સો વાંચી જાવ. રાજસ્થાનના જયપુરમાં ચોરોએ ઘરમાં છૂપાવેલા મોટી માત્રાના ચાંદીને ચોરવા એવી મોડસ ઓપરેન્ડી વાપરી કે કોઈ વિચારી પણ ના શકે. તબીબના ઘરમાં ચોરી કરવા માટે ચોરોએ લાખો રુપિયા ખર્ચ્યા હતાં.

રાજસ્થાનના જયપુરના વૈશાલી નગરમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહી રહેતા ડો સુનિલ સોનીના ઘરમાં ચોરોએ એવી રીતે ખાતર પાડ્યું કે આખે આખુ ઘર ખોદી કાઢ્યું. નવાઈ લાગેને કે ઘરને ખોદીને કેવી રીતે ખાતર પડે, પણ હકીકત કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ડોક્ટર સુનિલના ઘરેમાં ભેદી સુરંગ બનાવીને જમીનમાં દાટેલા ભેદી ચાંદીના બોક્સ ચોરીને કોઈ લઈ ગયુ. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી એક પછી એક કરીને ચાર લોકોની ધરપકડ કરી લીધી. પણ વાત અહીંથી અટકી નહીં વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આરોપીઓએ પોલીસને એવી વાત કહી જે સાંભળીને ડો.સુનિલ સોનીના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ઘરમાં ચોરી કરવા 26 ફૂટ લાંબી સુરંગ

ડો.સુનિલ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરના બેસમેન્ટમાં કેટલાક અજાણ્યા શખ્સોએ 26 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંડી સુરંગ ખોદીને ઘરમાં છૂપાવેલા ચાંદીના બોક્સ ચોરી લીધા છે. જે ચાંદીના બોક્સની ચોરી થઈ તેમાં 18 જેટલા બિસ્કીટ હતા જેની કિંમત ડોક્ટરને પણ ખબર નહોતી અને ના તો પોલીસને.

ઘર કા ભેદી લંકા ઢાએ

ચાંદી ચોરી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ નીકળ્યો શેખર અગ્રવાલ અને તેના ભાણેજ જતિન જૈન..અને શેખ અગ્રવાલ ડો.સુનિલ સોનાની ઘરની જ વ્યક્તિ હતો એટલે કે સૌથી જૂના સંબંધ ધરાવતો હતો. તેણે સપનામાંય વિચાર્યુ નહી હોય કે ઘરનો જ જાણભેદુ આટલો મોટો વિશ્વાસઘાત કરશે. શેખર અગ્રવાલ ડો સુનિલ સોનીને સોના-ચાંદી સપ્લાય કરવાનું કામ કરતો હતો. શેખર અગ્રવાલને સારી રીતે ખબર હતી કે ડોક્ટરે બેસમેન્ટમાં ચાંદીના બોક્સ છૂપાવ્યા છે. કારણ કે ચાંદીના બોક્સ છૂપાવવાની સલાહ શેખર અગ્રવાલે જ આપી હતી. અને બાદમાં તેણે જ આ ચાંદી ચોરવાનો પ્લાન ઘડ્યો. ડોક્ટરની પાછળનો એક ખાલી પ્લોટ 97 લાખમાં ખરીદ્યો અને ત્રણ મહિના સુધી તેમાં સુરંગ બનાવડાવી જે સીધી જ ડોક્ટરના બેઝમેન્ટમાં નીકળતી હતી અને આ જ સુરંગથી તેણે ચાંદીના તમામ બોક્સ ચોરાવી લીધા. આ માટે ત્રણ આરોપીઓની પણ મદદ લીધી હતી. હાલ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે પણ મુખ્ય સૂત્રધાર પોલીસ પક્કડથી દૂર છે. માનવામાં આવે છે કે માસ્ટર માઈન્ડ જતિન જૈન પહેલા બેંકકોકમાં ગોલ્ડ તસ્કરીના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે અને હવે તેણે પોતાના જ નજીકના મિત્રને લૂંટ્યો છે.

(4:46 pm IST)
  • ઝાયડસની વેકિસન મેના અંત સુધીમાં મળવા લાગશે : ઝાયડસ કેડીલાની કોરોના વેકસીન મે મહિનાના અંત સુધીમાં મળતી થઇ જશે.! ડો. એન.કે.અરોરા, ન્‍યુઝફર્સ્‍ટ access_time 11:01 am IST

  • પ્રજાના જબ્‍બર સમર્થનથી અમારી જવાબદારી વધી છે, નવુ બજેટ સમાજના સર્વ વર્ગ માટે વિકાસયાત્રાને વેગ આપનારુ, આરોગ્‍ય ક્ષેત્રની કામગીરી વધુ વિકસાવાશે, આત્‍મનિર્ભર ગુજરાત તરફ પ્રયાણઃ નીતિન પટેલ access_time 11:17 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST