Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

એ.સી.બી.માં ૧૯૯, રાજકોટ શહેર ટ્રાફિક શાખા માટે ૧૮૪ સહિત કુલ ૩૦ર૦ નવી જગ્યાઓ ઉભી કરાશે

પોલીસ પેટ્રોલીંગ માટે નવા ૮૭૬ વાહનો ખરીદાશેઃ એરપોર્ટ જેવા સ્થળોની સુરક્ષા માટે નવી બટાલીયનઃ બજેટમાં જાહેરાત

ગાંધીનગર તા. ૩ : શ્રી નીતીન પટેલએ બજેટ પ્રવચનમાં જણાવેલ કે આપણા રાજયની સામાજિક અને આર્થિક ઉન્નતિમાં સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાનો અગત્યનો ફાળો છે. રાજય પોલીસ તંત્રને અત્યાધુનિક ટેકનોલોજી સભર શસ્ત્ર-સરંજામ અને સાધન-સામગ્રીથી સુસજ બનાવી આપણા રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધી અને દ્વારકાથી દાહોદ સુધી સર્વત્ર સુરક્ષાનું આત્મવિશ્વાસ ભર્યું વાતાવરણ નિર્માણ કરવામાં સરકાર સફળ થઇ છે. વિશાળ દરિયાઇ સીમાઓને પણ આપણે મજબુત બનાવી છે. મહિલા સલામતી અને નબળા વર્ગોનું સંરક્ષણ અમરી સરકારની પ્રાથમીકતા છે. સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓ જેવી નવીન સમસ્યાઓનો આધુનિક ટેકનોલોજીની મદદથી ઝડપી નિકાલ કરવા સરકાર કૃતસંકલ્પ છે.

મહિલાઓ અને બાળકો પર થતા જાતિય ગુનાઓ સાયબર ક્રાઇમ, વ્યાજખોરો, બેંકિગ ફોડ, જુગારનો અડ્ડો ચલાવનાર, બુટલેગરો, પ્રોપર્ટી ગ્રેબર, ડ્રગ્સ માફિયા, અનૈતિક વ્યાપાર કરનાર ગુનેગાર, જાતિય  સતામણી, ગૌ-હત્યા અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અસરકારક રીતે નિયંત્રણમાં લાવી પ્રજાહિતના સંરક્ષણ માટે અમારી સરકારે પાસાના કાયદામાં ઐતિહાસિક અને શકવર્તી સુધારો કર્યો છે. રાજયમાં શાંતિ, સૌહાર્દ અને સલામતીનું વાતાવરણ બનાવી રાખવા અમારી સરકાર કટ્ટીબંધ છ.ે

ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ ૩૦ર૦ નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે. જેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે ૧૯૯ નવી જગ્યાઓ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ માટે ૧૪૭ નવી જગ્યાઓ, રાજોટ પોલીસ કમિશ્નરેટની ટફીક શાખા માટે ૧૮૪ નવી જગ્યાઓ તથા સાયબર સુરક્ષાના આશ્વસ્ત પ્રોજેકટ માટે ૧૧ર નવી જગ્યાઓ, રાજયમા ૧ર નવા પોલીસ સ્ટેશનો માટે ૬પ૩ જગ્યાઓ તેમજ સુરત શહેર માટે વિવિધ સંવર્ગની ૭૩૬ જગ્યાઓ જે પૈકી સુરત શહેરમાં ૪ નવા પોલીસ સ્ટેશન માટેની ૩૦૦ નવી જગ્યાઓનો સમાવેશ થાય છ.ે

વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ૪૧ શહેરોમાં ૬,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. વધુ શહેરોમાં વધુ સ્થળો પર નવા સીસીટીવીકેમેરા લગાવવા માટે રૂ.૯૦ કરોડ અને ઇ-ગુજકોપ પ્રોજેકટ માટે રૂ.૩૬ કરોડની જોગવાઇ.

પોલીસ તંત્રની પેટ્રોલીંગની વ્યવસ્થાને સઘન બનાવવા વધુ નવા ૮૭૬ વાહનો ખરીદવામાં આવશે જે માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ.

રાજયમાં 'કન્વીકશન રેટ' ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હેઠળ રૂ. ર૮ કરોડની જોગવાઇ.

રાજય હસ્તકના એરપોર્ટ, એરોડ્રામ, વોટરડ્રોમ અને હેલીપેડને સુરક્ષા પુરી પાડવા રાજય અનામત પોલીસ દળ હેઠળ નવી વિશેષ બટાલીયનની રચના કરવામાં આવશે.

રાજયના સરહદી વિસ્તાર વિકાસ માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ.

પોલીસ આધુનિકીકરણ યોજના રૂ. ર૬ કરોડની જોગવાઇ.

ખલાલ ખાતે નિર્માણાધિન કમાન્ડો તાલીમ સેન્ટર માટે રૂ.ર૦ કરોડની જોગવાઇ.

દેશ-વિદેશમાં બનતા ગૂન્હાઓ સંદર્ભમાં પુરાવાની સચોટ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે રાજયની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ દુનિયાભરમાં નામના મેળવેલ છે. એફ.એસ.એલ.ના આધુનિકીકરણ માટે રૂ. ૧૪ કરોડની જોગવાઇ.

ભારત નેટ પ્રોજેકટ હેઠળ આઉટ પોસ્ટ અને પોલીસ ચોકીઓને બ્રોડબેન્ડ કનેકટીવીટી પુરી પાડવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ.

ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ નવા ૧૦૦ પીસીઆર વેન ખરીદવા રૂ.૧૦ કરોડની જોગવાઇ.

(4:33 pm IST)