Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધારાસભ્યોને ફરી ગ્રાન્ટ મળવા લાગશે

કોરોનાના કારણે ગ્રાન્ટ બંધ કરાયેલઃ નવા નાણાકીય વર્ષથી વાર્ષિક દોઢ કરોડ અપાશ

ગાંધીનગર તા. ૩ :.. ધારાસભ્યશ્રીઓને તેમના મત વિસ્તાર દીઠ અપાતી રૂપિયા દોઢ કરોડની વાર્ષિક ગ્રાન્ટની ફાળવણી કોરોના મહામારી દરમ્યાન કરકસરના ભાગરૂપે મોકૂફ રાખવામાં આવેલ.

રાજયની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતાં ધારાસભ્યોની લાગણી અને માંગણી ધ્યાને લઇ રાજયના સર્વાંગી વિકાસ માટે વર્ષ ર૦ર૧-રર થી ધારાસભ્યશ્રીઓને આ ગ્રાન્ટ ફાળવણી પુનઃ શરૂ કરવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે બજેટ પ્રવચનમાં જાહેર કર્યુ હતું.

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એ. ટી. વી. ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરીયાતના વિકાસના કામો માટે રૂ. ૧૩૦પ કરોડની જોગવાઇ.

રાજયના જુની સીરીઝના મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવતાં મતદારોને નવી સ્ટાન્ડર્ડ સીરીઝના મતદાર ફોટો ઓળખ કાર્ડ આપવા માટે રૂ. ૧૧ કરોડની જોગવાઇ.

ચાલુ યોજનાઓની સમયાંતરે સમીક્ષા કરી તેના અમલીકરણમાં બદલાતી પરિસ્થિતિ અનુસાર સુધારાઓ કરવા જરૂરી છે. આ સામાજિક-આર્થિક વિશ્લેષણની કામગીરી માટે ગુજરાત સોશિયો ઇકોનોમિક એનાલેટીકસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

(4:30 pm IST)