Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૨૨.૧૯ લાખ ઘરોમાં પાઇપથી પહોંચ્યો ગેસ : દિવસે ખેતીની વીજળી આપવા ૧૦૦૦ કરોડ ખર્ચાશે

ગાંધીનગર તા. ૩ : માથાદીઠ ઊર્જા વપરાશમાં ગુજરાત રાજય દેશમાં પ્રથમ ક્રમે છે. દેશના બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત ૧૨ ટકા જેટલું મોટું યોગદાન આપે છે. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ૩૦,૦૦૦ મેગાવોટના પુનઃ પ્રાપ્ય ઉર્જા પાર્કનો શિલાન્યાસ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છ જિલ્લામાં થયેલ છે. જે સાથે ગુજરાત દેશનું રિન્યુએબલ એનર્જી કેપિટલ બનવા આગળ વઘી રહ્યું છે.

દેશના એલએનજી કેપિટલ તરીકે ઓળખ મેળવી આપણા રાજયએ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ અનેરી સિદ્ઘિ પ્રાપ્ત કરી છે. પાઇપ નેચરલ ગેસ નેટવર્કમાં રાજયનો દરેક જિલ્લો આવરી લેવામાં આવેલ છે. બાવીસ લાખ ઓગણીસ હજાર ઘરો સુધી પાઇપલાઇન નેચરલ ગેસ કનેકશન આપી પીએનજી જોડાણમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. નેશનલ ગેસગ્રીડ હેઠળ જીએસપીએલ દ્વારા હાથ ધરાયેલ ૧,૯૦૦ કિલોમીટરની મહેસાણા-ભટીંડા અને ભટીંડા-જમ્સુ ગેસ પાઇપ લાઇનના રૂ. ૭૩૦૦ કરોડના પ્રોજેકટની કામગીરી અંતિમ તબક્કામાં છે.

ખેડૂતોને સિંચાઇનું પાણી ઓછા ખર્ચે મળે તે માટે અમારી સસકાર છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને વીજ બિલમાં સબસીડી આપી રહી છે. આ માટે રૂ. ૮૪૧૧ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકાર દ્વારા ખેડૂતોના જીવનમાં પરિવર્તન સમાન ખેડૂતોને રાત્રીના બદલે દિવસે વીજળી પૂરી પાડવાની કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જૂનાગઢ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ જેવા મોટાભાગના જિલ્લામાં તેની અમલવારી પણ શરૂ થઇ ચૂકી છે. આ યોજનાની કામગીરી આગળ ધપાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઈ.

તમામ ગ્રામ પંચાયતોનાં વોટર વર્કસ માટે વિના મૂલ્યે વીજળી પૂરી પાડવા રૂ. ૭૩૪ કરોડની જોગવાઈ.

નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ.

જેટકોનાં સબસ્ટેશનોની નજીકમાં આવતી સરકારી પડતર જમીનમાં તબક્કાવાર ૨,૫૦૦ મેગાવોટ સૌર ક્ષમતાનાં પ્રોજેકટ માટે રૂ. ૬૦૦ કરોડની જોગવાઈ.

 આદિજાતિ, અનુસુચિત જાતિના અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ. ૨પ કરોડની જોગવાઈ.

(4:28 pm IST)