Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મન, કર્મ, વચન અલગ-અલગ ન હોવા જોઈએઃ પૂ. મોરારીબાપુ

વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ, તા. ૩ :. 'મન, કર્મ અને વચન અલગ-અલગ ન હોવા જોઈએ, ત્રણેયમાં એક જ ભાવ રાખવો જોઈએ' તેમ પૂ. મોરારીબાપુએ વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામ કથાના પાંચમાં દિવસે કહ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે સત્સંગ, ભકિતમાં સતત તલ્લીન રહેવુ જોઈએ અને ધાર્મિક તથા આધ્યાત્મિક ભાવ રાખવો જોઈએ.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે શ્રીરામકથાના ચોથા દિવસે કહ્યું કે ઘણા મારી-તમારી પ્રતિક્ષા કરે છે ગમે એટલા સત્કાર્ય કરો પરંતુ કોઈ અહલ્યાનો, કોઈ મિથિલાનો ધનુસ યજ્ઞ પ્રતિક્ષા કરે છે. સેવા પણ ચાલવી જોઈએ સ્મરણ પણ ચાલવું જોઈએ. ગાંધીજી કેમ સફળ થયા ? કારણ કે આટલી વ્યસ્તતા છતાં પણ બે સમયની પ્રાર્થના નથી ચૂકયા. રામ વિશ્વ મૈત્રી માટે નીકળ્યા છે એટલે એક યજ્ઞ પુરો થયા પછી પણ સંતુષ્ટ નથી આપણે ઘણા લોકોની સેવા કરવી છે આપણે ગાઈને છૂટી જઈએ એવું નથી. આ જ્યાંથી રોકાઈ ગયું આગલા જન્મમાં ફરી ત્યાંથી ચાલુ, એ જેને બતાવે એને જ ખબર પડે કે ગત જન્મમાં કયાં રોકાયા હતા ?

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, કથા સાર્વજનિક વર્ષા છે પોતાની રૂચિ અનુસાર ગ્રહણ કરો, દ્રાક્ષ અને ઘાસ જેવું ન કરો. એક શ્રોતા ઊંટ જેવો-વૈશાખ માસની કેરીઓ હોવા છતાં પણ ઊંટ કેરી નહીં ખાય, એને અમૃત ખવડાવશો તોપણ નીમ (નિમ્ન નહીં) પકડશે. એ જ રીતે જે ઉચ્ચ કક્ષાના શ્રોતાઓમાં કાક, ચાતક ચાતક સ્વાતિ બિંદુ પીએ છે. ઘણા બધા સાગર અને સરોવરનું પાણી હોવા છતાં પણ માત્ર સ્વાતિ જલ જ પીએ.

આપણે ત્યાં ઘણા સાગર વિશેની વાત થઈ ક્ષીરસાગર, દધિ, સાગર શેરડીના રસનો સાગર, મધનો સાગર, અંદર રહેલી માછલી માત્ર દૂધનું પાન કરે છે એ જ સિંધુ કે સરોવરનું પાન કરવાને બદલે સ્વાતિ બુંદ જ પાન કરે છે. એવો જ એક શ્રોતા છે શુક્ર - એટલે પોપટ, તોતા માસ્ટર જે શીખવું એ જ સ્વર અને એ જ સૂરમાં બોલે કે અન્ય કોઈ પાછો મળે તો કહે. આટલું સરસ સાંભળ્યું છે આજે આ સાંભળ્યુ છે અને એક છે મીન શ્રોતા. આ રીતે ઉચ્ચ કક્ષાના શ્રોતાઓની જેમ વકતાઃ નિરપેક્ષ વકતા અને જેને ગરીબો માટે અંતરમાં અતિશય કરૂણા ભરી છે. એવા શ્રોતા એ જ રીતે માણસમાં સુર્હદ બધાને લાગે કે મારા જેવો જ. જો પોતાની ભૂલ કબુલ કરવાની આદત પડી જાય તે સાધક છે.

(3:52 pm IST)