Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભારતનું ''મેક ઇન ઇન્ડીયા'' વૈશ્વીક સ્તરે આપી રહ્યુ છે ટક્કર

યુએસટીઆર રીપોર્ટ : ભારત-અમેરિકી વેપાર સંબધોમાં ઉભી થતી તકલીફોનું પ્રતીક બન્યુ અભિયાન

નવી દિલ્હી : જો બીડન સરકારે અમેરિકી સાંસદોમાં જણાવેલ કે ભારતમાં હાલમાં જ શરૂ થયેલ મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમ બન્ને દેશો વચ્ચે વેપારી સંબંધોમાં ઉભી  થનાર પડકારોનું પ્રતીક બની ગયુ છે. અમેરિકી વ્યપાર પ્રતિનિધીએ પોતાની ૨૦૨૧ની વેપારનિતી એજન્ડા અને ૨૦૨૦ની વાર્ષીક રીપોર્ટમાં કહેલ કે, વર્ષ ૨૦૨૦ દરમિયાન અમેરિકાએ સતત ભારત સાથ બજાર પહોંચ થી જોડાયેલ મુદ્દાઓ સુલજાવવા પ્રયાસ ચાલુ રાખેલ. ભારતમાં આયાત વિકલ્પના તૌરા ઉપર શરૂ કરાયેલ આ અભિયાન દ્વીપક્ષીય વેપાર સંબધી પડકારો વધાર્યા છે.

ભારતનું મોટુ બજાર, આર્થીક વૃધ્ધી અને વિકાસશીલ અર્થવ્યવસ્થા જ્યાંથી અમેરિકી નિકાસકારો માટે જરૂરી બજાર બને છે, બીજી તરફ ભારતમાં સામાન્ય રીતે વેપાર ઉપર પ્રતિબંધ લાવનારી નીતીઓના કારણે દ્વીપક્ષીય વેપાર સંભાવનાઓને ઓછી કરી છે. અમિરેકાએ જીએસપી હેઠળ ભારતની પાત્રતાને સમાપ્ત કરી દીધેલ. તેણે આ પગલું ચિંતાઓને લઇને ઉઠાવેલે.

જીએસપી હેઠળ ભારતને મળનાર વેપાર લાભ નિલંબીત કરાયા બાોદથી જ અમેરિકા અને ભારત તાર્કીત બજાર પહુંચ પેેકેજ ઉપર કામ કરવામાં લાગ્યા છે. જેમાં અમેરીકાનો ઉદ્દેશ્ય ભારતમાં ઘણી ગૌર શુલ્કીય બાધાઓને દુર કરવા, શુલ્કો ઓછા કરવા અને પહોંચમાં સુધાર લાવવો સામેલ છે.

રિપોર્ટ મુજબ ૨૦૧૯માં અમેરિકામાં આયાતની સેવાઓમાં ૬૨.૩ અરબ ડોલર સાથે બ્રીટન સતત સૌથી મોટુ આપૂર્તિકર્તા રહેલ. જ્યાં ભારત ૨૯.૭ અરબ ડોલરની સેવાઓની આયાત સાથે છઠ્ઠુ સૌથી મોટુ આપુર્તિકતા બન્યુ છે. કેનેડાથી ૩૬.૬ અરબ, જાપાનથી ૩૫.૮ અરબ, જર્મની થી ૩૪.૯ અરબ, અને મેકસીકોથી ૨૯.૮ અરબ ડોલરની સેવાઓની આયાત થયેલ. રિપોર્ટમાં અન્ય દેશોનો ઉલ્લેખ નથી.

(3:52 pm IST)