Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૮ર ટકા ઘરોમાં પાઇપલાઇનથી પાણી પહોંચ્‍યું: સૌરાષ્‍ટ્ર માટે વધુ ૧૪૩ કિ.મી.લાઇન નખાશે

જેતપુર, વડોદરા, અમદાવાદ માટે ગંદા પાણીના વહનની યોજના

ગાંધીનગર તા. ૩ : રાજયના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં પીવાનું પર્યાપ્‍ત શુદ્ધ પાણી આપવા રાજય સરકારે અનેક આયોજનો પુર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિヘતિ કરા ૧૩,૬૦૦ ગામો સને ર૦૯ શહેરી વિસ્‍તારોને આવરી લઇ ૧ લાખ ર૬ હજાર કિલોમીટરની રાજય વ્‍યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના નાગરીકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા ‘નલ સે જલ' યોજના અમલમાં મુકેલ છે મને જણાવતા આનંદ થાય છે. કે, આપણી રાજય સરકારે ૮ર ટકા ઘરો સુધી પાઇપલાઇનથી પાણી પહંચાડવાનું કામ પૂર્ણ કરેલ છ.ે

આગામી વર્ષોમાં રાજયનો કોઇપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિનાના રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે કેનાલ તેમજ મોટાડેમ આધારિત પાઇપલાઇન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઉભા કરવામાં આવશે. શહેરીકરણનો વધતો જતો વ્‍યાપ ધ્‍યાને લઇ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના એ.જી.વિસ્‍તારમં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સતામંડળ સાથે સંયુકત રીતે ભવિષ્‍યલક્ષી આયોજન કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્‍ક પાઇપલાઇન માટે રૂા.૬૭પ કરોડની જોગવાઇ.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્‍યાએ ર૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે રૂા.૩૦૦ કરોડની જોગવાઇ.

હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્‍લાઓની ૧૦૦ % કામગીરી પુર્ણ થયેલ છે રાજયના બાકી રહેલ ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાના આયોજન અંતર્ગત રૂ.૩૦૦ કરોડની જોગવાઇ.

રિયુઝ ઓફ ટ્રીટેક વેસ્‍ટ વોટર નીતી અંતર્ગત જુદા જુદા શહેરી વિસ્‍તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુનઃ ઉપયોગની યોજનાઓ માટેરૂા.પ૦ કરોડની જોગવાઇ.

અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગીક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂા. રર૭પ કરોડના પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહેલછે જે માટે રૂ.૭પ૮ કરોડની જોગવાઇ.

(3:44 pm IST)