Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધો. ૯ થી ૧રના છાત્રોને નિઃશૂલ્‍ક પાઠયપુસ્‍તકો : કોલેજીયનોને ટેબલેટ

એન્‍જીનિયરીંગ-મેડીકલમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે ઓનલાઇન માર્ગદર્શન : બહુ જુની શાળાઓને ‘હેરીટેજ' સ્‍કુલ તરીકે વિકસાવાશે

ગાંધીનગર, તા. ૩ : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભામાં જણાવેલ કે  શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પદ્ધતિમાં  આગામી સમયની જરૂરિયાત ધ્‍યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્‍યા છે. માતળભાષામાં  શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને  પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્‍કૂલ્‍સ ઓફ એકસેલન્‍સ ગુજરાતના  વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.        

બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં  જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે ૧૨૦૭ કરોડનું આયોજન.   

ધોરણ-૧ થી ૮ ના આશરે ૪પ લાખ બાળકોને મધ્‍યાહન ભોજન યોજના, અન્ન સંગમ  યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂા.૧૦૪૪ કરોડની  જોગવાઈ,   

રાઇટ-ટુ-એજયુકેશન એક્‍ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર  વિદ્યાર્થીઓ માટે રૂા.૫૬૭ કરોડની જોગવાઇ.   

મુખ્‍યમંત્રી યુવા સ્‍વાવલંબન યોજના અંતર્ગત ઉચ્‍ચ શિક્ષણના અભ્‍યાસક્રમોમાં  વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્‍ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્‍યવળત્તિ સહાય રૂપે રાહત  પૂરી પાડવા માટે રૂા.૨૮૭ કરોડની જોગવાઈ.   

૧૧ લાખ કરતાં વઘુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્‍સેશન માટે રૂા.૨૦૫ કરોડની  જોગવાઇ.   

કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્‍લેટ આપવા  રૂા.૨૦૦ કરોડની જોગવાઈ.   

હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્‍કૂલ અને  આશ્રમશાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે  માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂા.૮૦ કરોડની જોગવાઈ.   

રાજ્‍યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂા.૭ર કરોડની જોગવાઇ.

માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાઠયપુસ્‍તકો પુરા પાડવા રૂા. ૬પ કરોડી જોગવાઇ. જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કિલોમીટર કરતા વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહન વ્‍યવહારની સુવિધા આપવા માટે રૂા. ૬૦ કરોડની જોગવાઇ. ઐતિહાસિક મહત્‍વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્‍થાપત્ત ધરાવતી ખુબ જુની શાળાઓનું મહત્‍વ અનેરૂ છે. આ શાળાઓને હેરિટેજ સ્‍કુલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂા. રપ કરોડની જોગવાઇ.

રાજયની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડીગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત રૂા. ર૦ કરોડની જોગવાઇ.

વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્‍થામાં રહેલ શોધ ભાવનાનો પ્રોત્‍સાહન આપી અવનવા વિચારોના સર્જનથી સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. આ નીતિ અંર્તગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂા. ર૦ કોરડની જોગવાઇ.

આઇઆઇટી એન્‍જિનીયરીંગ અને મેડીકલ પ્રવેશ પરીક્ષા તથા અન્‍ય સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-૧૧ અને ૧રમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્‍યવસ્‍થા અને ઓનલાઇન ડિસ્‍ટન્‍ટ લર્નિંગની સુવિધા પુરી પાડવાની યોજના માટે રૂા. ર૦ કરોડની જોગવાઇ.

અભિરૂચી ધરાવતા બાળકોને સંસ્‍કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્‍સાહન આપવા અને શ્રેષ્‍ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુ થી ૩૭ સંસ્‍કૃત પાઠશાળાઓના સુદ્રઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંગર્તત રૂા. ૧૦ કરોડની જોગવાઇ કરાયેલ છે.

(3:41 pm IST)