Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સરકારના નિર્ણય સાથે અસંમત થનારને દેશદ્રોહી ન ગણી શકાય : 370 મી કલમ અંગે અભિપ્રાય માટે ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ પગલાં લેવા કરાયેલી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટએ ફગાવી

ન્યુદિલ્હી : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ 2019 ની સાલના કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લેવાના નિર્ણય વિરુદ્ધ અસંમતિ દર્શાવી હતી. તેથી તેમની ટિપ્પણી  વિરુદ્ધ કાર્યવાહી કરવા રજત શર્મા તથા ડો.નેહ શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.

ઉપરોક્ત પિટિશન અંગે ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેંચે જણાવ્યું હતું કે સરકારના અભિપ્રાયથી જુદા જુદા મંતવ્યો વ્યક્ત કરવો તે બાબત દેશદ્રોહ ગણી શકાય નહીં.સરકારની નીતિ રીતિઓ વિરુદ્ધ લોકોને અસંમતી દર્શાવનારને દેશદ્રોહી ગણી શકાય નહીં.તેમ જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)