Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ખેડુતોને બિયારણા-અનાજ ભંડાર માટે મફત ટબ અપાશેઃ ૧૮૦૦ હવામાન સ્‍ટેશનો સ્‍થપાશે

ગાંધીનગર તા.૩ : વાવણીથી કાપણી સુધીના તબકકા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહો઼ચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છ.ે આપણા ખેડુત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માગુંછું તેઓએ કોરોના કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પાડવા ન દીધી રાજયના ખેડુતોને વધુ સક્ષ્મ, સંસાધન સભર અને સફળ બનાવવા મારી સરકાર સદાય પ્રયત્‍નશીલ છે. તેમ શ્રી નીતીન પટેલે ગૃહમાં જણાવ્‍યુ ંછ.ે

રાજયના ૪ લાખ ખેડુતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્‍લાસ્‍ટીકના બે ટોકર (ટબ) વિના મુલ્‍યે આપવાની યોજના માટે ર૮૭ કરોડની જોગવાઇ.

ફુડ પ્રોસેસીંગ મો એકમ દીઠ રૂ ૧૦ લાખની સહાય માટે કેન્‍દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.ર૮ કરોડની જોગવાઇ.

બીજ ઉત્‍પાદક ખેડુતોને ઉતેજના આપવા ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા ફાઉન્‍ડેશન તેમજ સર્ટીફાઇડ બીજ ઉત્‍પાદન માટે સહાય આપવા રૂ.પપ કરોડની જોગવાઇ.

એત્રી અને ફુડ પ્રોસેસિંગ કલસ્‍ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરીયાતો પૂર્ણ કરવા રૂા. પ૦ કરોડની જોગાઇ.

ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્‍પાદનોનું સીધું વેચાણ રાજયના ખેડુતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્‍તારમાં કરવા માટેની ઓર્ગેનિક ઐગ્રીકલ્‍ચર માર્કેટ યોજના માટેરૂા.ર૦ કરોડની જોગવાઇ.

ખેડુતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટીક વેધર સ્‍ટેશનની સ્‍થાપના માટે રૂા.૧ર કરોડની જોગવાઇ.

રોગ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના સઅસરકાર નિયંત્રણ માટે પ્રાયોગીક ધોરણે રાજયના ૧૦ જિલ્‍લામાં મોબાઇલ કોપ કિલનીક માટે રૂ. ર કરોડની જોગવાઇ.

(1:22 pm IST)