Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

માછીમારો માટે ડીઝલ ઓઈલ પર વેટ માફી ખેડૂતોને પાક ધિરાણ પર વ્‍યાજની રાહત

ગાંધીનગર :. દરિયાઈ વિસ્‍તારનાં ૧૦ હજાર માછીમારોને હાઈસ્‍પીડ ડીઝલ ઓઈલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂા. ૧૫૦ કરોડની જોગવાઈ છે તેમ શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્‍યુ હતું.

નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્‍સ્‍ય બંદરોની વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિધાઓ, મત્‍સ્‍ય પકડાશના સ્‍વચ્‍છ અને ગુણવત્તાયુકત ઉત્‍પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પુરી પાડવા રૂા. ૯૭ કરોડની જોગવાઈ.

દરીયાકાંઠાના વિસ્‍તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂા. ૧૫ કરોડની જોગવાઈ.

ચોરવાડ અને ઉમરસાડી વિસ્‍તારમાં મત્‍સ્‍ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂા. ૫ કરોડની જોગવાઈ.

માછીમાર ભાઈઓને જમ્‍બો પ્‍લાસ્‍ટિક ક્રેટ તથા મેન્‍યુઅલ મટિરિયલ હેન્‍ડલીંગ સેકટર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂા. ૩ કરોડની જોગવાઈ.

જળાશયોમાં કેજ કલ્‍ચરની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મત્‍સ્‍ય ઉત્‍પાદનમાં વધારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂા. ૨ કરોડની જોગવાઈ.

સહકાર... રાજ્‍યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને વધારાની વ્‍યાજ રાહત આપી શૂન્‍ય ટકા વ્‍યાજની પાક ધિરાણ યોજના માટે રૂા. ૧૦૦૦ કરોડની જોગવાઈ.

(1:19 pm IST)