Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભારતમાં ૩૭ ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર

૧૦માંથી ૭ મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ : સર્વે

નવી દિલ્હી,તા. : વૈશ્વિક મહામારી કોરોના સામે આજે પણ આખી દુનિયા લડી રહી છે. ત્યારે તમામની વચ્ચે તાજેતરમાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે કે, નોકરી ધંધો કરતી મહિલાઓને કોરોનાના કારણે વધારે દબાણ અનુભવે છે. લિંકટઈન અપોર્ચ્યુનિટી ૨૦૨૧ના એક સર્વેમાં પ્રકારનું તારણ નિકળ્યુ છે. સર્વેમાં કહેવાયુ છે કે, કોરોના મહામારીએ વિદેશોમાં કામ કરતી મહિલાઓની સરખામણીએ ભારતની નોકરી કરતી મહિલાઓ પર સૌથી વધારે પ્રભાવ પડ્યો છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, સમગ્ર એશિયા પેસિફિક દેશોમાં મહિલાઓને કામ અને વેતનને લઈને ખાસ્સી મહેનત કરવી પડે છે અને કેટલીય જગ્યાએ તો, પક્ષપાતનો પણ સામનો કરવો પડે છે. ૨૨ ટકા મહિલાઓનું કહેવુ છે કે, તેમને પુરૂષોની સરખામણીએ યોગ્ય વેતન નથી મળતા. ૮૫ ટકા મહિલાઓએ કહ્યુ હતું કે, ૬૦ ટકા ક્ષેત્રિય સરેરાશ સરખામણીમાં તો તેમને યોગ્ય ટાઈમે પ્રમોશન, સેલરી હાઈક અથવા વર્ક ઓફર નથી મળતી.

રિપોર્ટ પુરૂષો અને મહિલાઓની ઉપલબ્ધીના અવસરોન ધારણાનું અંતર ઉજાગર કરે છે. ભારતની ૩૭ ટકા કામકાજી મહિલાઓનું કહેવું છે કે, તેમને પુરૂષોની સરખામણીએ ઓછો અવસર મળે છે. જયારે ફકત ૨૫ ટકા પુરૂષો વાત સાથે સહમત છે. મહિલાઓનું કહેવુ છે કે, તેમને પુરૂષોની સરખામણીએ ઓછુ વેતન મળે છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, મહામારીના કારણે બાળકોની દેખરેખથી લઈને મોટા પડકારનો સામનો કરવો પડ્યો છે. સર્વેમાં કહેવાયુ છે કે, દેશમાં કુલ વિશ્વાસ ધીમે ધીમે વધી રહ્યો છે. જેમાં કહેવાયુ છે કે, દ્યરેથી કામ કરતી અથવા તો, વર્ક ફ્રોમ હોમના કારણે નોકરી કરતી મહિલાઓની સમસ્યાઓ વધી છે. અત્યારે ૧૦માંથી મહિલા આખો દિવસ બાળકો સંભાળી રહી છે. ફકત પાંચમાંથી એક મહિલા એટલે કે, ૧૭ ટકા પુરૂષો આખો દિવસ બાળકો સાચવી રહ્યા છે.ફકત / મહિલાઓનું કહેવું છે કે, તેમને પારિવારીક અને ઘરેલૂ જવાબદારીઓના કારણે કામમાં પણ ભેદભાવનો સામનો કરવો પડે છે.

(10:17 am IST)