Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કલકત્તાના ટી સ્ટોલમાં એક કપ ચાનો ભાવ ૧૦૦૦ રૂપિયા!

એક કપ ચા પીવા પાછળ તમે કેટલો ખર્ચ કરશો? ૧૦ કે ૨૦ રૂપિયા? અને મોંઘી હોટેલમાં ગયા હો તો ૧૦૦ રૂપિયા?

કોલકતા,તા. : એક કપ ચા પીવા પાછળ તમે કેટલો ખર્ચ કરશો? ૧૦ કે ૨૦ રૂપિયા? અને મોંઘી હોટેલમાં ગયા હો તો ૧૦૦ રૂપિયા? પણ શું તમે એક પ્યાલી ચાની પાછળ ૧૦૦૦ રૂપિયા ખર્ચશો? કલકત્તાના મુકુંદપુરમાં નિર્જશ નામના એક નાના ચાના ગલ્લા પર અત્યંત મોંઘી ચા વેચાય છે. એક છત્રી ગોઠવીને નીચે બેસવા માટે થોડી પ્લાસ્ટિકની ખુરસીઓ ધરાવતા નિર્જશ ટી સ્ટોલની એક રસપ્રદ વાત છે કે અહીં વિશ્વભરની ચાની અવનવી વરાઇટી પ્યાલીદીઠ ૧૨થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની ચા વેચવામાં આવે છે. સ્પેશ્યલ ચા બો-લે પ્રકારની ચા છે, જેનો ભાવ કિલોદીઠ ત્રણ લાખ રૂપિયાનો છે.

નિર્જશ ટી સ્ટોલનો માલિક પાર્થ પ્રતીમ ગાંગુલીએ ચા વેચવાનું શરૂ કર્યું પહેલાં તે જોબ કરતો હતો. ૨૦૧૪માં અનોખા પ્રકારનો ટી-સ્ટોલ શરૂ કરવાના આશયથી તેણે નોકરી છોડી દીધી અને વ્યવસાય અપનાવ્યો. એક કપ ચાનો ભાવ આટલો ઊંચો શા માટે છે જાણનારા ચાના રસિયાઓ ગાંગુલીના ટી-સ્ટોલ પર હોંશે-હોંશે ચા પીવા પધારે છે. ચાપ્રેમીઓ વિશ્વભરમાંથી આવેલી તેમની મનપસંદ ચાનું પેકેટ લઈ જઈ શકે માટે ગાંગુલી ચાનાં પેકેટ્સનું વેચાણ પણ કરે છે.

(10:16 am IST)