Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પેટ્રોલ - ડીઝલના આસમાને આંબતા ભાવે કર્યા બુરા હાલ !

સ્કૂટીને માથે ઉંચકીને જતા વ્યકિતનો વીડિયો વાયરલ : વીડિયોને જોઇ લોકો ખૂબ કટાક્ષ કરી રહ્યા છે

નવી દિલ્હી તા. : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ ભારે ભરખમ સ્કૂટીને માથે ઉચકીને લઈ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો છે અને યૂઝર્સ તેને પેટ્રોલના ભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વીડિયોને શેર કરતા લખ્યું કે પેટ્રોલના ભાવ વધ્યા બાદ તેના પરિણામ સામે આવવાના શરૂ થઈ ગયા છે. વીડિયોને જોઈ લોકો ખૂબ કટાક્ષ કરી રહ્યા છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

મળતી જાણકારી મુજબ, કુલ્લુના રામશિલા ગૈમન બ્રિજની પાસેનો વીડિયો છે. તેમાં એક વ્યકિત માથે સ્કૂટી ઉચકીને જતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને બાહુબલી કહી રહ્યા છે. જોકે, જાણવા મળ્યું છે કે યુવકની સ્કૂટીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું અને પેટ્રોલ પંપ ૫૦૦ મીટર દૂર હતો. તેથી તેણે સ્કૂટીને માથે ઉચકીને ચાલવા લાગ્યો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે સ્કૂટ બગડી ગયું હોવાથી યુવકે તેને ઉચકીને ચાલી રહ્યો હતો.

૩૦ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યકિત સ્કૂટીને માથે ઉચકીને પહાડના ઢાળવાળા રસ્તા પર ચાલી રહ્યો છે. કારમાં બેસેલી કોઈ વ્યકિતએ વીડિયોને શૂટ કર્યો છે. જયારે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો તો તે તરત વાયરલ થવા લાગ્યો હતો.

કુલ્લુ જિલ્લા હેડકવાર્ટરમાં વધતી મોંઘવારી પર સોમવારે સીપીઆઇએમ પાર્ટીએ કેન્દ્ર તથા રાજય સરકારની વિરુદ્ઘ રસ્તાઓ પર ઉતરીને નારેબાજી કરી. પાર્ટીના જિલ્લા મહાસચિવ હોતમ સિંહ સોંખલાની અધ્યક્ષતામાં ડીસી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેઓએ કહ્યું કે સરકારનો ખજાનો પુંજીપતિઓ લૂંટી રહ્યા છે. કેન્દ્ર તથા રાજય સરકાર મનફાવે લાગેલા ટેકસ ઓછા કરે અને રાહત આપે. CPMના ધારાસભ્ય રાકેશ સિંઘા જનતાઓના મુદ્દાઓને લઈ યાદી તૈયાર કરી છે. એક-એક મુદ્દાને વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

(10:10 am IST)