Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

હૈદરાબાદમાં સગીર પુત્રને વાહન ચલાવવા આપનાર માતા-પિતા જેલ હવાલે

તેલંગાણાઃ હૈદરાબાદની કોર્ટે પોતાના કિશોર બાળકોને બાઈક ચલાવવાની પરવાનગી આપનાર 10 માતા-પિતાને એક દિવસ માટે જેલમાં મોકલી દીધા છે

મોટર વ્હીકલ એક્ટ 180 અનુસાર કોર્ટે પરિવારજનો પર 500 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અંડરએજ ડ્રાઈવિંગના કારણે ચલણને રોકવા માટે કોર્ટે 14 વર્ષના બાળકને એક દિવસ માટે જુવેનાઈલ હોમમાં મોકલી દીધા છે. દરેક કેસમાં ગાડીઓને જપ્ત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે થયેલ ઘટનામાં ગાડી કિશોર ચલાવી રહ્યા હતા. ઘટનામાં કેટલાક લોકોના જીવ ચાલ્યા ગયા

હૈદરાબાદ પોલીસે સગીર ડ્રાઈવરો દ્વારા થનાર દુર્ઘટનાઓને રોકવા માટે એક અભિયાન ચલાવ્યુ છે. જે અનુસાર સગીર દ્વારા બાઈક અથવા કોઈ બીજા મોટર વાહન ચલાવતા જોયા તો બાળકોના અભિભાવકોને એક દિવસ માટે જેલ જવુ પડ્યું. હૈદરાબાદ પોલીસે મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કરનાર પર નજર રાખી છે. પોલીસે દારૂ પીને ગાડી ચલાવનાર વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ છે

હૈદરાબાદ પોલીસે જણાવ્યુ હતુ કે એક વાર ભૂલ કરનાર બાળકોને પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં ચાર વાર ભૂલ કરે તો ભૂલ કરનાર સગીર બાળકને એક દિવસ માટે બાળ સુધાર ગૃહ મોકલવામાં આવે છે.

(5:58 pm IST)