Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મેં અને ખુશીએ માતા ગુમાવી છે, પરંતુ પપ્પાએ તેમની જાન ગુમાવી છેઃ શ્રીદેવીના અવસાન બાદ શોકમય પુત્રી જ્હાન્વી કપૂરનું નિવેદન

મુંબઇઃ 24મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીએ અંતિમ શ્વાસ લીધા હતા. 28 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. શ્રીદેવીનો પરિવાર અને તેમના ફેન્સ તેમને કાયમ યાદ કરતા રહેશે. શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વીએ માતાના મૃત્યુ પછી પહેલી વાર નિવેદન આપ્યું છે.

જ્હાન્વી પોતાની માતા શ્રીદેવીથી ઘણી નજીક હતી. શ્રીદેવી પણ પોતાની દીકરીને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે તત્પર હતા. પરંતુ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શ્રીદેવીનું અવસાન થયું. 7મી માર્ચના રોજ જ્હાન્વીનો જન્મદિવસ છે. બર્થડેના ચાર દિવસ પહેલા જ્હાન્વીએ એક પોસ્ટ શેર કરી છે.

જ્હાન્વીએ લખ્યું છે કે, મારા જન્મદિવસ પર હું તમને માત્ર એક વાત કહીશ કે તમે પોતાના માતા-પિતાને પ્રેમ કરતા રહો. તેમણે તમને બનાવ્યા છે. સિવાય હું અપીલ કરીશ કે મારી માતાને પ્રેમથી યાદ કરો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. તેમના પ્રત્યેનો તમારો પ્રેમ અને પ્રશંસા જાળવી રાખો.

જ્હાન્વીએ લોકોને માતા-પિતાના રિલેશનશિપનું માન જાળવાવની પણ અપીલ કરી છે. તેણે લખ્યું કે, મારી માતા સૌથી વધારે પ્રેમ મારા પપ્પાને કરતી હતી. તેમનો પ્રેમ અમર છે. જેટલા સમર્પિત તે બન્ને એકબીજા માટે હતા, ભાગ્યે આવું સમર્પણ બીજે ક્યાંક જોવા મળે.

તેણે આગળ લખ્યું છે કે, મેં અને ખુશીએ માતા ગુમાવી છે, પરંતુ પપ્પાએ તેમનીજાનગુમાવી છે. તે માત્ર એક એક્ટ્રેસ, માતા અથવા પત્ની નહોતી, તેના કરતા ઘણી વધારે હતી. તે પોતાના દરેક રોલમાં બેસ્ટ હતી. પાછલા અમુક દિવસોમાં તમે વ્યક્ત કરેલા પ્રેમ અને સપોર્ટ માટે આભાર વ્યક્ત રૂ છું.

(5:49 pm IST)