Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મેઘાલયમાં કોંગ્રેસ - એનપીપી વચ્ચે કાંટે કી ટક્કર

ભાજપનું ખરાબ પ્રદર્શનઃ કોંગ્રેસ ફસાઇઃ કોઇ એક પક્ષને બહુમત મળવું મુશ્કેલ

સિલોંગ તા. ૩ : ત્રિપુરામાં ભગવો અને નાગાલેન્ડમાં સત્તા તરફ આગળ વધતી ભાજપનું મેઘાલયમાં ધોવાણ થયું છે. મેઘાલયમાં કોંગ્રેસે એનપીપી પર સરસાઇ પ્રાપ્ત કરી છે. મેઘાલયમાં ૫૯ વિધાનસભા સીટો પર થયેલી ચુંટણી માટે મત ગણતરી ચાલુ છે. અત્યાર સુધીના પરિણામો મુજબ એનપીપી અને અન્ય પક્ષ મેઘાલયમાં કોંગ્રેસને કાંટે કી ટક્કર આપી રહ્યા છે. ચુંટણીપંચે અત્યાર સુધીમાં ૧૮ સીટો પર પરિણામો મેળવ્યા છે. જેમાં ૯ સીટો પર કોંગ્રેસ, ૩૫૨ એનપીપી, ૪ સીટો પર યુડીપી ગઠબંધન અને ૨ સીટો પર અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. જે સીટો પર મતગણતરી ચાલુ છે તેમાં ૧૧ પર કોંગ્રેસ, ૧૬ પર એનપીપી, ૨ સીટો પર ભાજપ અને બે સીટો પર અપક્ષ ઉમેદવાર આગળ છે.

હાલના પરિણામો મુજબ કોઇપણ એક પક્ષની બહુમતી મળવાનું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને એનપીપીના નેતાઓએ રણનીતિ બનાવાનું શરૂ કરી દીધું છે.

મેધાલમયાં ૨૦૦૯થી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ પાર્ટીના મુકુલ સંગમા મેઘાલયના મુખ્યમંત્રી છે. રાજયમાં કોંગ્રેસની મુખ્ય લડાઈ ભાજપ-એનપીપી સાથે છે. ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૬૦ બેઠકો માંથી ૨૯ બેઠકો પર જીત મળી હતી. એનપીપીને બે બેઠકો પર જીત મળી હતી, જયારે યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીને આઠ બેઠકો પર જીત મળી હતી. ૧૩ બેઠકો પર અપક્ષની જીત થઈ હતી, જયારે ભાજપનું ખાતુ પણ નહોતુ ખુલ્યું. ડિસેબંર ૨૦૧૭માં કોંગ્રેસના પાંચ, યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના એક અને બે અપક્ષ ધારાસભ્ય એનપીપીમાં સામેલ થયા હતા, જયારે ૨૦૧૮ જાન્યુઆરીમાં કોંગ્રેસના એક, એનપીપીના એક અને બે અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.(૨૧.૩૧)

(3:58 pm IST)