Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ત્રિપુરામાં ભાજપની સુનામીઃ લેફટ તણાયુ

ભાજપે લેફટના ૨૫ વર્ષ ધ્વસ્ત કરી એકલા હાથે સત્તા મેળવીઃ દિલ્હીમાં જશ્નઃ રાજ્યમાં ભાજપે ૪૦ બેઠકો મેળવીઃ કોંગ્રેસ ખાતુ ખોલી ન શકી

નવી દિલ્હી તા. ૩ : પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી ચુંટણીમાં ભાજપનો સૂયોદય થયો છે. આ ત્રણેય રાજ્યમાં ભાજપે પગપેસારો કર્યો છે. એટલું જ નહી દેખાવ પણ શાનદાર કર્યો છે. ત્રિપુરામાં ભાજપને બહુમત મળી છે. ત્રિપુરામાં ભાજપે લેફટના ૨૫ વર્ષના કિલ્લાને ધ્વસ્ત કર્યો છે. લેફટ ૧૯ બેઠકો સાથે બીજા નંબર પર ધકેલાઇ ગઇ છે. દેશમાં કેન્દ્રની સત્તા સહિત જમ્મુ-કાશ્મીરથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી સરકારોમાં ભાગીદારી કરી રહેલી ભાજપ હવે ત્રિપુરા સર કર્યું છે. માર્કસવાદી કમ્યુનિસ્ટ પક્ષને મ્હાત આપી છે.

ત્રિપુરામાં કુલ ૫૯ બેઠકો માટે ચુંટણી યોજાય હતી. તેમાં ભાજપે ૪૦ બેઠકો પર બહુમતી મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે. ત્રિપુરામાં ભાજપના વિજયથી દિલ્હીમાં જશ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ વખતે ત્રિપુરામાં ભાજપની આંધી ચાલી છે.

ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીએ લેફટના ૨૫ વર્ષ ધ્વસ્ત કરી એકલા હાથે સત્ત્।ા હાંસલ કરવા જઈ રહી છે. તેવી જ રીતે નાગાલેન્ડમાં પણ ભાજપ સત્ત્।ા તરફ પ્રયાણ કરી રહી છે.

છેલ્લા ૨૫ વર્ષથી ત્રિપુરામાં સીપીએમની સરકાર રહી છે. સ્પષ્ટ છબી ધરાવતા માણિક સરકાર ત્રિપુરાનું મુખ્યમંત્રી પદ શોભાવી રહ્યાં હતાં. પરંતુ આ વખતે ભાજપની રાજયમાં રીતસરની આંધી ચાલી છે. પરિણામોમાં ભાજપને બે તૃતિયાંસ મહુમત મળતો સ્પષ્ટ જણાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં ભારે આક્રમક પ્રચાર કર્યો હતો. વડાપ્રધાને રાજયમાં અનેક રેલીઓને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન તેમણે સીધા માણિક સરકારને નિશાને લીધા હતાં. રેલીમાં મોદીએ સમજાવ્યું હતું કે ત્રિપુરાને હવે માણિકની નહીં પરંતુ હિરાની જરૂર છે. તેમણે HIRA નો અર્થ પણ સમજાવ્યો હતો. મોદી કહ્યું હતું કે, H નો મતલબ હાઈવે, I નો મતલબ આઈ-વે (I-way), R નો મતલબ રોડ અને A નો મતલબ એરવે છે. જેની ત્રિપુરાને જરૂર છે.(૨૧.૨૮)

 

(3:56 pm IST)