Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

તનાવ ભર્યા યુગમાં વરદાન વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

સક્રિય ધ્યાન બાબતે પ્રશ્ન

પ્યારે ઓશો,

સક્રિય ધ્યાન ખૂબજ ક્રિયાશીલ છે, ખૂબજ શ્રમ માંગે છે. શં આપણે ખાલી શાંત બેસીને ધ્યાનમાં ન ઉતરી શકીએ?

તમે શાંત બેસીને ધ્યાનમાં ઉતરી શકો છો. પણ ખાલી શાંત બેસવું અને કાંઇ પણ ન કરવું. જો તમે ખાલી શાંત બેસી શકો તો તે ધ્યાન બની જાશે. સંપૂર્ણ રીતે બેસી જાઓ. સક્રિયા માત્ર તમારી એકમાત્ર ક્રિયા હોય. ખરેખરઃ ઝેન શબ્દ ઝાઝેનમાંથી આવે છે જેનો અર્થછે બેસવું, કાંઇ પણ ન કરવું. જો તમે ખાલી બેસી શકો, શરીર અને મન પણ અક્રિયામાં ચાલ્યું જાય તો  તે ધ્યાન થઇ ગયું. પણ તે અઘરૃં છે.

જ્યારે તમે કાંઇક કરો છો ત્યારે બેસવું સરળ છે પણ ખાલી બેસી રહેવું તો અઘરું અને મુશ્કેલી ઉભી કરે છે. શરીરના કણ-કણ અંદરથી કંપવા લાગે છે,નસે-નસ ધ્રુજારીથી ભરાઇ જાય છે. તમને એક સુક્ષ્મ ધ્રુજારી અનુભવવા લાગે છે. શરીરના કેટલાય બિંદુઓનો તમને પહેલીવાર અનુભવ થશે જેના પ્રત્યે તમને કોઇ ભાન નથી હોતુ તો બેસવાનો ઉપયોગ ત્યારે થઇ શકે જયારે તમે બાકીના ધ્યાનના ચરણ ધરી લીધા હોય.

તમે ખાલી બેસી શકો છો, તે સરળ છે. તમે ખાલી નાચી શકો છો, તે એથી પણ સરળ છે. બુધ્ધ આસનમાં બેસવું છેલ્લું કૃત્ય છે. તેમને પહેલા શરૂઆતથી કયારેય પણ ન કરવું જોઇએ. જ્યારે તમે ક્રિયાની સાથે પૂરા તાદાત્મ થાવ ત્યાર પછી જે તમે અક્રિયાની સાથે તાદાત્મ બનાવીશકો છો.

તો હું લોકોને કયારેય પણ બેસવાથી શરૂઆત કરવાનું કહતો નથી. જયાંથી સરળતા લાગે ત્યાંથી શરૂઆત કરો. નહિંતર તમે નકામી કેટલીય ચીજો ને અંદર અનુભવ કરવા લાગશો.

તમે બેસીનેધ્યાન કરવા લાગશો તો અંદર ઘણી ગડબડ જોવા મળશે. તમને ખાલી તમારા વિક્ષિપ્ત મનનો બોધ થશે બીજુ કાંઇ થશે નહી. તેનાથી તમને હતાશા ઘેરી લેશે, તમે ઉદાસ થઇ જશો. તમે આનંદિત નહીં થાવ તમને લાગશે તમે પાગલ છો. અને કયારેક કયારેક તમે જોખરેખર પાગલ થઇ શકો છો.

તમે જો બેસવાની પૂરી, પ્રમાણિકતાથી કોશિષ કરો તો ખરેખર પાગલ થઇ શકો છો. એ તોલોકો સમગ્રતાથી પ્રયત્ન કરતા નથી એટલા માટે પાગલ નથી થતા. પહેલા કેટલીવાર આવી ઘટનાઓ બની છે. બુધ્ધાસનમાં બેસીને ધ્યાન કરવાથી લોકો પાગલ થયા છે. એટલા માટે હું આ રીતના ધ્યાન કરવાનું સૂચન નથી કરતો. થઇ શકે છે કે તમારી અંદર જેટલુ પાગલપન છે તેમને અનુભવ કરવાને માટે તમે તૈયાર ન હો કેટલીક વાતો તમને ધીમે-ધીમે ખબર પડવી જોઇઅ.ે.જ્ઞાન હમેશા શુભ નથી હોતુ તે ધીરે-ધીરે એટલા પ્રમાણમાં પ્રગટ થવું જોઇએ કે જેટલા પ્રમાણમાં તમારી જાણવાની ક્ષમતા વધે છે.

હું તમારા પાગલપણાની સાથે શરૂઆત કરૃં છું. હુંતમારા પાગલપણાને નીકળવા દઉ છું. જયારે તમે પાગલની જેમ નાચો છો ત્યારે તેનાથી વિપરીત ઘટના તમારી અંદર ઘટે છે. તે વિક્ષિપ્ત નૃત્યની સાથે-સાથે તમે તમારી અંદરના એક મૌન બિંદુની પ્રત્યે જાગવા લાગો છો. જયારે શાંત બેસો ત્યારે ખરેખર ઉલટું હોય છે. તમે અંદરની વિક્ષિપ્તા પ્રત્યે જાગો છો.

વિપરીત છેડા પર હમેશા ધ્યાન કેન્દ્રિત હોય છે. પાગલની જેમ નાચીને , રોઇને, અરાજકપૂર્ણ શ્વાસ લઇને તમારી વિક્ષિપ્તતા બહાર નીકળે છે. તેમના પછી તમને એક સુક્ષ્મ બિંદુનો અનુભવ થવા લાગે છે, જે મૌન અને નિશ્ચલ છે. આ અનુભવ પરિધિ ઉપર ઘૂમતી વિક્ષિપ્તતાના વિરોધમાં હોય છે. તમારા કેન્દ્ર પર શૂનકાર છે. ત્યાં તમને ગહન આનંદનો અનુભવ થશે.

જો તમે સક્રિયતાથી શરૂઆત કરો તો, કંઇક એવું જે વિદ્યાયક છે, ગત્યાત્મક છે, જીવંત છે તો સારૂ થશે. પછી તમે તમારી અંદર એક સ્થિરતા મેળવશો જે ધીમે-ધીમે આગળ વધશે. તે જેટલી વધશે તેટલું તમારા માટે બેસીને અથવા સૂઇને આસનમાં બેસવું સંભવ થશે. ત્યારે નિષ્ક્રિય ધ્યાન સંભવ થશે. ત્યાં સુધીમાં ઘણી ચીજો બદલી જાશે.

ધ્યાનની જે વિધિ ગતિથી ક્રિયાથી શરૂ થાય છે તે કેટલીય રીતે તમારી મદદ કરે છે.આ ક્રિયા રેચન, કેથાર્સિસ બની જાય છે. જયારે તમે ખાલી બેઠા હો ત્યારે તમને બેચેની થાય છે. એક-એક માંસપેશી, એક-એક મજ્જાતંતુ હલવા લાગે છે. તમે તમારી ઉપર એવી વાત થોપવા માંડો છો જે તમારા માટે સ્વાભાવિક નથી. તમે તમને બે માં વિભાજન કર્યુ-એક જે આરોપિત કરો છો બીજું જેના પર આરોપિત કરો છો. અને ખરેખર જેના પર આરોપિત કરો છો તે ભાગ વધારે પ્રમાણીક છે. આ દબાવેલો ભાગ મનની સચ્ચાઇ છે જે વાત ખૂબ જ મોટી છે. સ્વાભિાવક રીતે વિજયઆ મોટા ભાગનો જ થશે.

સંકલનઃ-સ્વામિ સત્ય પ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ? આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલનઃ

સ્વામિ સત્યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(10:15 am IST)