Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભારત દ્વારા ૨૦૦ કરોડની સહાય જાહેરાતથી અફઘાનિસ્તાન ખુશ

અફઘાનિસ્તાનું ધ્યાન સબંધો સુધારવા પર : તાલિબાને સત્તા મેળવ્યા બાદ ભારતનું અફઘાન પ્રત્યેનું વલણ બદલાયું હતું પરંતુ હવે સહાય પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હી, તા.૩ : અફઘાનિસ્તાનમાં એક લોકતાંત્રિક સરકાર ઉથલાવી સત્તામાં આવેલા તાલિબાને પોતાની આર્થિક જરૃરિયાતોને પહોંચી વળવા માટે વિદેશી દેશો સાથે સંબંધો સુધારવાની તરફ ધ્યાન આપ્યું છે.

તાલિબાને ગઈકાલે ભારતના કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪નું વિશે પણ વખાણ કર્યા અને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતની સહાયની જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવા મદદ કરશે.

એક એજન્સીના અહેવાલ અનુસાર, તાલિબાન સરકારે ભારત તરફથી મળેલી મદદ માટે ભારત સરકારની પ્રશંસા કરી છે. ભારતના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને અફઘાનિસ્તાન માટે રૃ. ૨૦૦ કરોડના વિકાસ સહાય પેકેજની જાહેરાત કરી હતી.

સીતારમને બુધવારે સવારે બજેટ ભાષણ રજૂ કર્યું, જે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હતું.

૨૦૨૩-૨૪ના બજેટમાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ સહાયમાં ૨૦૦ કરોડ રૃપિયા આપવાની રજૂઆત કરી છે. અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ ભારતે તાલિબાનને આર્થિક મદદ કરી હોય તેવું આ બીજું વર્ષ છે. રિપોર્ટ અનુસાર, આ અંગેની પહેલી જાહેરાત ગયા વર્ષના બજેટમાં કરવામાં આવી હતી.

ભારતના બજેટનું સ્વાગત કરતા તાલિબાનની વાટાઘાટ ટીમના સભ્ય સુહેલ શાહીને કહ્યું, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગની પ્રશંસા કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવામાં મદદ મળશે.*

જ્યારે તાલિબાને ઓગસ્ટ ૨૦૨૧માં કાબુલમાં સત્તા કબજે કરી હતી, ત્યારે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો મતભેદ થયા હતા અને મોટાભાગની ભારતીય સહયોગની અટકાવી દેવામાં આવ્યું હતું. આ અંગે શાહીને કહ્યું, *અફઘાનિસ્તાનમાં આવા ઘણા પ્રોજેક્ટ હતા, જેને ભારત ફંડિંગ કરી રહ્યું હતું. જો ભારત આ પ્રોજેક્ટ્સ પર ફરીથી કામ શરૃ કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો થશે અને અવિશ્વાસનો અંત આવશે.*

ભારત બજેટ ૨૦૨૩: અલગ- અલગ દેશો માટે કેટલા રુપયા ફાળવ્યા

દેશ         સહાય (રૃ.કરોડ)

અફઘાનિસ્તાન...... ૨૦૦

ભૂતાન......... ૨૪૦૦.૫૮

નેપાળ................. ૫૫૦

માલદીવ.............. ૪૦૦

મ્યાનમાર............. ૪૦૦

બાંગ્લાદેશ............ ૨૦૦

શ્રીલંકા............... ૧૫૦

(7:28 pm IST)