Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમેરિકાથી ખબર આવી અને

અદાણી એન્‍ટરપ્રાઈઝના શેરોમાં ૩૫ ટકાનો કડાકો

કંપનીના સ્‍ટોક ૩૫%ના કડાકા સાથે ૧,૦૧૭.૪૫ના નીચલા સ્‍તરને સ્‍પર્શી ગયા

નવી દિલ્‍હી, તા.૩: ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની મુશ્‍કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ગત ૧૦ દિવસોમાં તેમની નેટવર્થમાંથી ૫૨ અબજ ડૉલરની મોટી રકમ ધોવાઈ ગઇ હતી અને દુનિયાના ધનિકોની યાદીમાં પણ તેઓ બીજા ક્રમેથી સીધા સરકીને ૨૧મા ક્રમે આવી ગયા છે.

રિસર્ચ ફર્મ હિન્‍ડેનબર્ગના અહેવાલ બાદથી અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓની હાલત દયનીય થઈ ચૂકી છે. તાજેતરમાં Dow Jones Index દ્વારા અદાણીના શેરોને બહાર કરવાનો અહેવાલ જાહેર થયા બાદ અદાણી એન્‍ટરપ્રાઈઝના શેરોમાં ૩૫ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. કંપનીના સ્‍ટૉક ૩૫્રુના કડાકા સાથે ૧,૦૧૭.૪૫ના નીચલા સ્‍તરને સ્‍પર્શી ગયા હતા.

અમેરિકાના ડાઉ જોન્‍સે સસ્‍ટેનેબિલિટી ઈન્‍ડેક્‍સથી અદાણી એન્‍ટરપ્રાઈઝના શેરને બહાર કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય કંપનીના શેરોમાં સતત કડાકાને ધ્‍યાનમાં રાખીને લેવાયો હતો. હિન્‍ડેનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપને લઈને સ્‍ટોક હેરફેર- એકાઉન્‍ટિંગ ફ્રોડ સહિત અનેક પ્રકારના દાવા કરાયા હતા.

હાલમાં દરરોજ અદાણીના સ્‍ટૉક્‍સમાં કડાકો બોલાઈ રહ્યો છે. તેમની સંપતિ પણ તેના લીધે ઘટતી જઇ રહી છે. આ વર્ષે ૨૦૨૩માં અત્‍યાર સુધી તેમને ૫૯.૨ અબજ ડૉલરનું નુકસાન થયું છે અને તેમાંથી ૫૨ અબજ ડૉલરનું નુકસાન તો માત્ર ૧૦ જ દિવસમાં થયું છે. ગત ૨૪ કલાકમાં જ ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં વધુ ૫ ક્રમ નીચે સરકી ગયા હતા

(4:06 pm IST)