Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સોનાના ભાવ ટોચેથી પટકાયાઃ ૮૦૦ રૂા. તૂટયા

સોનુ (૧૦ ગ્રામ) ના ભાવ ઘટીને પ૯,૮૦૦ રૂા. થયાઃ ચાંદીમાં પ૦૦ રૂા. ઘટયા

રાજકોટ, તા., ૩ :  સોનાના ભાવએ ગઇકાલે ઐતિહાસિક ટોચની સપાટી બનાવ્‍યા બાદ આજે ફરી ભાવ પટકાયા હતા. ૧૦ ગ્રામે એક જ ઝાટકે ૮૦૦ રૂપીયાનો કડાકો થયો હતો. જયારે ચાંદીમાં પ૦૦ રૂપીયા ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનાના ભાવમાં ૮૦૦ રૂપીયા તુટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૬૦,૬૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે પ૯,૮૦૦ રૂપીયા થઇ ગયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૮૦૦૦ રૂપીયાનો તોતીંગ કડાકો થયો હતો.  સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૬,૦૬,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને પ,૯૮,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.  ગઇકાલે સોનાના ભાવે ૬૦,૬૦૦ રૂપીયાની ઓલ ટાઇમ હાઇ સપાટી સ્‍પર્શ કર્યા બાદ આજે સોનાના ભાવ ઘટી ગયા હતા.  સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦ રૂપીયા ઘટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૭૨,પ૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે બપોરે ૭ર,૦૦૦ રૂપીયા થઇ ગયા હતા.

(3:25 pm IST)