Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રોકાણકારો માટે જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા જ શ્રેષ્‍ઠ

ટેક્‍સ છૂટની મર્યાદા વધવા અને સ્‍લેબમાં ફેરફાર થવાથી નવી ટેક્‍સ વ્‍યવસ્‍થા આકર્ષક પરંતુ

નવી દિલ્‍હી તા. ૩ : સામાન્‍ય બજેટમાં ભલે નવો ટેક્‍સ પ્રણાલીને આકર્ષક બનાવામાં આવી હોય પરંતુ રોકાણકારો માટે જૂની ટેક્‍સ પ્રણાલી હજુ પણ સારી છે. ટેક્‍સ એક્‍સપર્ટ અર્ચિત ગુપ્તાએ જણાવ્‍યુ કે જે લોકો રોકાણ નથી કરતા અથવા જેની આવક ૭ લાખ રૂપિયા સુધીની છે. તે નવી ટેક્ષ પ્રણાલી પસંદ કરે. બીજી બાજુ જે લોકો તેમની આવકની મોટી રકમ રોકાણ કરે છે. અને તમામ ટેક્‍સ છૂટ અને ડીડ્‍કશનનો લાભ લેવા ઈચ્‍છે છે. તેના માટે જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા જ યોગ્‍યᅠછે.

ટેક્‍સ એક્‍સપર્ટના જણાવ્‍યા મુજબ, નવી ટેક્‍સ વ્‍યવસ્‍થા લોકો માટે ફાયદાકારક નથી. તેમાં રોકાણ અને બચત પીઆર ટેક્‍સમાં કોઈ છુટ નથી. જે લોકોએ હોમલોન લીધી છે. અને તેનું ૨ લાખ થી વધુ વ્‍યાજ ચૂકવી રહ્યા છે, એનપીએસમાં રોકાણ કર્યું અને ઇનકમ ટેક્‍સના સેક્‍શન ૮૦સી હેઠળ ટેક્‍સ છૂટવાળી યોજનાઓમા રોકાણ કર્યું છે અને જેની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ છે. તો તેના માટે જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા ફાયદાકારક છે.   જે લોકો કોઈ બચત નથી કરતા જેને એનપીએસની સાથે બીજી યોજનાઓ, એફડી, ઇક્‍વિટી લિંક્‍ડ મ્‍યુચ્‍યુઅલ ફંડ, હેલ્‍થ અને લાઈફ ઇન્‍સ્‍યોરન્‍સ, પીપીએફ નો કોઈ પ્રકારનો કોઈ રોકાણ કર્યું નથી. તેના માટે જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા ફાયદાકારક છે.    જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા ૧૦ લાખ થી ૫૦ લાખ રૂપિયા સુધિની વાર્ષિક આવક ધરાવતા લોકો  ઇનકમ ટેક્‍સના વિવિધ સેકશન હેઠળ રોકાણ-બચત અને ખર્ચ પર ટેક્‍સ છૂટનો ફાયદો લે છે તેના માટે ફાયદાકારક છે. આ ઉપરાંત જે લોકોએ હોમ લોન એજયુકેશન લોન લીધી છે. હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સની સાથે વીમો કરાવ્‍યો છે. અને ટેક્‍સ છૂટવાળી વિવિધ યોજનાઓમાં રોકાણ કર્યું છે. તેના માટે હજુ જૂની વ્‍યવસ્‍થા જ ફાયદાકારક છે.

(11:31 am IST)