Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સરકારી ઘઉંનું વજન વધારવા રેતી મિકસ કરતો વીડિયો વાયરલ : ૬ની સામે FIR

ઘઉંની દરેક બોરીમાં ૪૦ કિલો ધૂળ, માટી અને રેતી મિકસ કરવામાં આવી રહી છે : IPCની કલમ ૪૨૦, ૪૧૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

સતના તા. : મધ્યપ્રદેશના સતનામાં ટેકાના ભાવ પર ખરીદાયેલા ઘઉંમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. સરકારી ઘઉંના પેકિંગ દરમિયાન વજન વધારવા માટે ઘઉંમાં રેતી અને ધૂળ મિકસ કરવામાં આવી રહી છેઘઉંમાં રેતી મિકસ કરતા લોકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મામલો મધ્યપ્રદેશના સતનાના રામપુર બઘેલાન તાલુકાના બાંધા ગામનો છે. ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંનો સંગ્રહ સાયલોમાં કરવામાં આવ્યો હતો. અહીં રેતી અને ધૂળ મિકસ કરીને ઘઉંનું વજન વધારવાનો ખેલ ચાલી રહ્યો હતો. ઘટનામાં આરોપ છે કે ઘઉંની દરેક બોરીમાં ૪૦ કિલો ધૂળ, માટી અને રેતી મિકસ કરવામાં આવી રહી છેજયારે સાયલોમાં ઓપરેટર તરીકે કામ કરતા યુવકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તેણે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો વિરૃદ્ઘ FIR નોંધવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને મામલાની તપાસ કરવાની સૂચના આપી દીધી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવકનું નામ આયુષ પાંડે છે જેણે વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે એક બોરી ખોલ્યા બાદ ૩૦-૪૦ કિવન્ટલ માટી રેડવામાં આવી હતી. હું સ્ટાફમાં હતો અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. બાબતે મેં વાંધો પણ ઉઠાવ્યો હતો. મને ૧૦ દિવસ પછી પણ કોઈ જવાબ મળ્યો નથી. સાથે કંપનીના મેનેજરનું કહેવું છે કે અહીં કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી.

સ્થાનિક પોલીસ ASP એસકે જૈને જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ બાદ ઘટનામાં લોકો વિરૃદ્ઘ FIR નોંધવામાં આવી છે. તેમની સામે IPCની કલમ ૪૨૦, ૪૧૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે CM શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જયાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.

(11:04 am IST)