Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કંપોઝિશન સ્કીમનો લાભ લેનાર વેપારીઓ માટે ઓનલાઇન વેપાર કરવાની સવલત

કંપોઝિશન સ્કીમનો લાભ લેતા વેપારીઓનું ટર્નઓવર ૧.૫૦ કરોડથી ઓછું : બજેટમાં કરવામાં આવેલી જોગવાઇને કારણે નાના વેપારીઓને સૌથી વધુ ફાયદો

નવી દિલ્હી તા. : જીએસટીમાં કંપોઝિશન સ્કીમનો લાભ લેનાર વેપારીઓ આગામી નાણાકીય વર્ષથી ઓનલાઇન વેપાર કરવાની છૂટ આપતી જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. તેના કારણે નાના વેપારીઓ પહેલા ઓનલાઇન વેપાર કરી શકતા નહોતા તેમાં રાહત થવાની સાથે તેઓના વેપારમાં પણ વધારો થવાની શકયતા રહેલી છે.

કંપોઝિશન સ્કીમનો લાભ લેનાર વેપારીઓ અન્ય રાજ્યમાં વેપાર કરી શકશે નહી તેના કારણે તેઓ ઓનલાઇન વેપાર કરી શકતા નહોતા. માટેની છૂટ આપવા માટે વખતોવખત રજૂઆત પણ કરવામાં આવી હતી, કારણ કે તેની સીધી અસર નાના વેપારીઓને થઇ રહી હતી. સમસ્યાના નિરાકરણ માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરાયેલા બજેટમાં કંપોઝિશન સ્કીમનો લાભ લેનાર વેપારીઓને ઓનલાઇન વેપાર કરવાની છૂટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. તેના લીધે નાના વેપારીઓને સૌથી વધુ ફાયદો થવાનો છે. નિર્ણયને કારણે નાના વેપારીઓ પણ ઓનલાઇનથી રાજ્ય ઉપરાંત હવેથી અન્ય રાજ્યમાં પણ સરળતાથી વેપાર કરી શકશે. તેમજ નાના વેપારીઓ અન્ય ઓનલાઇન વેપાર કરતી કંપનીઓને પણ ટક્કર આપી શકશે.(૨૧.)

કંપોઝિશન સ્કીમ એટલે શું?

જે પણ વેપારીનું ટર્નઓવર .૫૦ કરોડથી ઓછું હોય તેવા વેપારીઓ ટર્નઓવરના એક ટકા લેખે જીએસટી ભરપાઇ કરવાનો હોય છે. તેમજ આવા વેપારીઓ આઇટીસીનો પણ લાભ મળતો નથી.

(11:00 am IST)