Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સાંઈબાબાને ૧૨ લાખ રૃપિયાનું સોનાનું કમળનું ફૂલ અર્પણ

હૈદરાબાદની એક મહિલા ભકતે તેના પતિની યાદમાં દાનમાં આપ્યું

મુંબઈ,તા.:  મહારાષ્ટ્રના વિશ્ર પ્રસિદ્ઘ શિરડી સાંઈ મંદિરમાં ભકતોએ સોનાના આભૂષણો ભેટ આપવાનું શરૃ કરી દીધું છે. નવા વર્ષના આગમન પછીના પ્રથમ દિવસથી સાંઈ બાબાના ભકતો તેમને સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરી રહ્યા છે. વર્ષના પહેલા દિવસે એક ભકતે સાંઈ બાબાને ૪૭ લાખ રૃપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. જે પછી સાંઈ ભકતો સોનાના આભૂષણો ચઢાવ્યા છે.

મંગળવારે હૈદરાબાદથી મહારાષ્ટ્રના શિરડી મંદિરમાં આવેલા સાંઈ ભકત નાગમ અલીવેનીએ તેમના પતિની યાદમાં સાંઈ બાબાને ૧૨,૧૭,૪૨૫ રૃપિયાની કિંમતનું ૨૩૩ ગ્રામ વજનનું સોનાનું કમળનું ફૂલ અર્પણ કર્યું હતું. સાંઈ બાબાને આ અર્પણ કર્યા પછી અલીવેની ખૂબ જ સંતુષ્ટ અને ખુશ દેખાતા હતા. આ કમળનું ફૂલ સાંઈ બાબાને ધૂપ આરતી સમયે અર્પણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ એક સાંઈ ભકતે શિરડીમાં બાબાના દરબારમાં ત્રણ સોનાના કમળના ફૂલ ચઢાવ્યા હતા. તે પછી આ વર્ષે હૈદરાબાદની મહિલા ભકતોએ પણ આવા જ ઉત્કૃષ્ટ અને સુંદર કમળના ફૂલોનું દાન કર્યું છે. આ સોનાના કમળનું ફૂલ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. જે બપોરે સાંઈ બાબાની મૂર્તિ સામે અર્પણ કરવામાં આવે છે. સંસ્થાના પ્રભારી અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર રાહુલ જાધવે સાંઈનું આ કમળનું ફૂલ સ્વીકાર્યું છે.

(10:45 am IST)