Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પંજાબમાં અકાળી દળ સાથે બસપાએ ફરી ગઠબંધન કર્યું :એકસાથે મળી લડશે લોકસભા-2024ની ચૂંટણી

આ પહેલા 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ બસપાએ અકાળી દળ સાથે ગઠબંધન કર્યું હતું.

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બસપા અકાળી દળ સાથે મળીને ચૂંટણી લડશે એટલે કે અકાળી દળ સાથે બસપાએ ગઠબંધન કર્યું છે આ અંગેની જાણકારી બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને આપી છે.

આ પહેલા 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ બસપાએ અકાળી દળ સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણીમાં બસપાએ 20 સીટો પર ઉમેદવારો જ્યારે શિરોમણી અકાલી દળે બાકીની 97 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં અકાળી દળ ગઠબંધનને 3 બેઠકો મળી હતી જોકે બસપા એક સીટ જીતી શકી હતી.

  હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી બસપાએ તૈયારીઓ તેજ કરી દીધી છે. બસપાના વડા માયાવતીએ ગઠબંધન અંગે સુખબીર બાદલ સાથેની વાતચીતની વિગતો આપી હતી. પ્રકાશ સિંહ બાદલના સ્વાસ્થ્ય લાભ માટે પણ શુભેચ્છા પાઠવી હતી. માયાવતીએ ટ્વીટ કર્યું- શિરોમણી અકાલી દળના વડા સુખવીર સિંહ બાદલ અને બહુજન સમાજ પાર્ટીના ટોચના નેતૃત્વએ આજે દિલ્હીમાં એક બેઠક યોજી હતી જેમાં પંજાબમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જૂના પરસ્પર જોડાણને મજબૂત કરવા અને વધુ સારા સંકલન વગેરેના સંદર્ભમાં ચર્ચા થઈ હતી.

(1:20 am IST)