Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

બજેટ ફાળવણીમાં SC-STને અન્યાયની રાવ

વસ્તીના પ્રમાણમાં લગભગ સવાચાર લાખ કરોડ ઓછા ફાળવાયા

નવી દિલ્હી તા. ૩ : ત્રણ સામાજીક સંસ્થાઓ, ડોકટર આંબેડકર કો-ઓપરેટીવ ફેડરેશન, નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટ અને દલિત આદિવાસી શકિત અધિકાર મંચે કરેલ. વિશ્લેષણમાં દાવો કરાયો છે કે શેડયુલ્ડ કાસ્ટ સબપાનમાં ૨૦૧૪-૧૫ પછીથી અત્યાર સુધીમાં કેન્દ્રીય બજેટમાં સૌથી ઓછી ૪,૨૧,૭૫૪ કરોડ ઘટ નોંધાઇ છે. મોદી સત્તા પર આવ્યા પછીના આંકડાઓ આપતા તેમણે કહ્યું કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શેડયુલ્ડ કાસ્ટની ૧૬.૬ ટકા વસ્તી માટે ૩૦,૪૨,૨૩૦ કરોડના બજેટમાંથી ૨.૪૭ ટકા એટલે કે ૮૩,૨૫૭ કરોડ ફાળવ્યા છે. જે દર્શાવે છે કે ખરેખર ૫,૦૫,૦૧૦ કરોડની ફાળવણી કરતા ૪,૨૧,૭૫૪ કરોડ ઓછા એસસી વસ્તી માટે ફાળવાયા છે.

સ્ટેટમેન્ટમાં જણાવ્યા અનુસાર આ જ રીતે એસટીની ભારતમાં વસ્તી ૮.૬ ટકા છે તેની સામે તેમના માટે બજેટમાં ફાળવણી ૧.૭૬ ટકા કરાઇ છે. તેમની વસ્તી પ્રમાણે જો તેમનો હિસ્સો ગયા વર્ષના બજેટના ૧.૯૦ ટકાથી ઘટીને ૧.૭૬ ટકા એટલે કે ૫૩ હજાર કરોડ કરાયો છે. એસસી-એસટી બંનેનું ભેગું મળીને કુલ ખર્ચ ૪.૮૨ ટકાથી ઘટાડીને ૪.૫૦ ટકા કરવામાં આવ્યું છે. વિશ્લેષણ અનુસાર, વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે ૨૦૧૮-૧૯ના બજેટમાં એસસી માટે ફાળવેલ રકમમાંથી ૨૨૭૬ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૨૯૦૧ કરોડ વણવપરાયેલા રહ્યા હતા. એ જ રીતે એસટી માટેની રકમમાંથી ૨૦૧૮-૧૯માં ૨૨૪૫ કરોડ રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.

(3:51 pm IST)