Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

શાહિનબાગ ફાયરિંગ મુદ્દે લોકસભા-રાજ્યસભામાં હોબાળો ;કોંગ્રેસે હિંસક પ્રદર્શનો મામલે ચર્ચા માંગી; સંસદ સ્થગિત

કોંગ્રેસના હોબાળાથી થોડા સમય માટે સદનની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હીઃ નાગરિકતા બિલ મામલે શાહિનબાગમાં સરકાર વિરોધી પ્રદર્શનો ચાલી રહ્યાં છે, આ દરમિયાન ગઇકાલે અહી ફાયરિંગની વધુ એક ઘટના બની છે, અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાઇ ગયો છે, ફાયરિંગનો આ મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં પણ ગુંજ્યો છે.

કોંગ્રેસે સરકારનો વિરોધ દર્શાવીને બંને સદનોમાં હોબાળો કર્યો હતો, લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, કોદિકુન્નિલ સુરેશ અને ગૌરવ ગોગોઈએ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે, તેઓએ માંગ કરી છે કે નાગરિકતા કાયદાને લઇને દેશમા થઇ રહેલા હિંસક પ્રદર્શનો પર ચર્ચા કરવામાં આવે, તેમને જામીયામાં દિલ્હીમાં થયેલા ત્રણ જગ્યાઓના ફાયરિંગને લઇને દેશમાં સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે, કોંગ્રેસના હોબાળાથી થોડા સમય માટે સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી, બીજી તરફ ભાજપે નાગરિકતા કાયદા પર ખોટી રાજનીતિ કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે.

(1:05 pm IST)