Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

યુ.એસ.માં ઓહિયો સ્‍ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવતા શ્રીનેલ પટેલઃ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શના પ્રેસિડન્‍ટ તથા ચેર શ્રી પટેલનું ચૂંટણી કમ્‍પેન પૂરજોશમાં

ઓહિયોઃ યુ.એસ.માં ઓહિયો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી નેલ પટેલએ સ્‍ટેટ ટ્રેઝરર સીટ માટે ઉમેદવારી નોંધાવી છે.

જો કે આ અગાઉ ૨૦૧૦ તથા ૨૦૧૪ની સાલમાં સ્‍ટેટ સેનેટર તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ પરાજીત થયા હતા.

શ્રી પટેલ ન્‍યુયોર્ક લાઇફમાં સેલ્‍સ એજન્‍ટ તરીકે કામગીરી બજાવે છે તથા ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શ સેન્‍ટ્રલ ઓરિયોના પ્રેસિડન્‍ટ તથા ચેર છે.

(11:06 pm IST)
  • 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' (AIMPLB)નાં 'મોડલ નિકાહનામાં' માં નિકાહ દરમિયાન પતી દ્વારા પોતાની પત્નીને ભવિષ્યમાં ક્યારેય એક સાથે ત્રણ તલ્લાક નહી દયે તેવું લેખિતમાં સોગંધ લેવાની જોગવાઈ ઉમેરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૯ ફેબ્રુઆરીએ હેદરાબાદમાં શરૂ થનારી બેઠકમાં આ સુધારેલા મોડેલ નિકાહનામાં પર વિચાર-વિમર્શ થશે. access_time 12:57 am IST

  • 24 કલાકમાં 6 એન્કાઉન્ટર : કાસગંજ હિંસા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઇપણ પ્રકારના અરજકતા ફેલાવનાર તત્વોને સહન કરવામાં આવશે નહીં. જે બાદ 24 કલાકમાં યુપી પોલીસે લખનઉ, ગોરખપુર, મુઝફ્ફરનગર, નોએડા, મેરઠ અને કન્નોજમાં એન્કાઉન્ટર કર્યાં. શનિવારે લખનઉમાં પોલીસ અને બાવરિયા ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 4 ડાકૂની ધરપકડ કરવામાં આવી છે. access_time 1:42 pm IST

  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST