Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અંડર ૧૯માં અમારી મહેનત અંતે રંગ લાવી : રાહુલ દ્રવિડ

વર્ષ ૨૦૧૬માં સહેજમાં ખામી રહી હતી : દ્રવિડ : ખેલાડીઓના ભવ્ય દેખાવ ઉપર ગર્વ અનુભવે છે : દ્રવિડ

માઉન્ટ,તા. ૩ :  આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારતે આજે ઓસ્ટ્રેલિયા પર આઠ વિકેટે જીત મેળવીને ચોથી વખત તાજ જીતી લેવામાં સફળતા મેળવી લીધા બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે આખરે મહેનત રંગ લાવી છે. ટીમ ઇન્ડિયા સતત સારી મહેનત કરી રહી હતી. દ્રવિડના કોચ પદ હેઠળ છેલ્લે ૨૦૧૬માં ભારતીય ટીમ આ તાજ જીતવાથી વંચિત રહી ગઇ હતી. ત્યારબાદથી તમામ તાકાત ભારતીય ટીમે આ વખતે લગાવી દીધી હતી. ફાઇનલ મેચમાં ભારતની જીત બાદ રાહુલ દ્રવિડ ભારે ખુશ દેખાઇ રહ્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે તે તમામ ખેલાડીઓના દેખાવથી ભારે ગર્વ અનુભવ કરી રહ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે જે રીતે યુવા ખેલાડીઓએ દેખાવ કર્યો છે તે જોતા તે રોમાંચ અનુભવ કરી રહ્યો છે. મેચ બાદ જ્યારે રાહુલ દ્રવિડ જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે તમામ ખેલાડી રાહુલ દ્રવિડની પાછળ ઝુમી રહ્યા હતા. દ્રવિડે કહ્યુ હતુ કે આ વર્તમાન ખેલાડીઓ માટે સૌથી સુવર્ણ ગાળો છે. આ ગાળો છેલ્લે રહે તેમ તે ઇચ્છતો હતો. આ યુવા ખેલાડીઓને હજુ ઘણી સિદ્ધીઓ હાંસલ કરવાની બાકી છે. તેમની ઓળખ આ સ્પર્ધા સુધી મર્યાદિત રહેવી જોઇએ નહી. રાહુલ દ્રવિડે કહ્ય હતુ કે ચોક્કસપણે તમામ ખેલાડીઓને ભારતની રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાની તક મળતી નથી પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેઓ સતત સારો દેખાવ કરશે તો તેમના માટે મોટી સિદ્ધી રહેશે અને ભારતીય રાષ્ટ્રીય ટીમ તરફથી ભવિષ્યમાં રમશે. તે પોતે ટીમને લઇને ખુબ આશાવાદી છે. ભારતના પૂર્વ કેપ્ટન અને ધ વોલના નામથી લોકપ્રિય રાહુલ દ્રવિડ મહાન બેટ્સમેન્ છે.

(7:30 pm IST)