Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જય હો... ટીમ ઈન્ડિયા ફરી વર્લ્ડ ચેમ્પિયન

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારતે રચ્યો ઈતિહાસ : ઓસ્ટ્રેલિયાને હરાવી ચોથી વખત બન્યુ ચેમ્પિયનઃ ૨૧૭ રનનો ટાર્ગેટ માત્ર ૩૮.૫ ઓવરમાં બે વિકેટે પૂર્ણ કર્યો : મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારીઃ કાલરા- મેન ઓફ ધ મેચઃ શુભમન ગીલ - મેન ઓફ ધ મેચઃ યુવા ક્રિકેટરો ઉપર રૂપિયાનો વરસાદ : બીસીસીઆઈ દરેક ખેલાડીઓને ૩૦ - ૩૦ લાખ, સ્પોટ્ર્સ સ્ટાફને ૨૦-૨૦ લાખ અને કોચ રાહુલ દ્રવિડને ૫૦ લાખ આપશેઃ હું જે અનુભવી રહ્યો છું તેનું શબ્દોમાં વર્ણન કરવું અશકય : કેપ્ટન પૃથ્વી શોઃ આ ટીમે જે રીતે ક્રિકેટ રમ્યુ છે, એ પ્રમાણે તેઓ વર્લ્ડકપ ચેમ્પીયન બનવા હકદાર હતાઃ મને ટીમ ઉપર ગર્વ છેઃ રાહુલ દ્રવિડ

યુવા ક્રિકેટરો જશ્નમા ડુબ્યાઃ હાર્વિક દેસાઇએ વિનિંગ શોર્ટ ફટકારેલોઃ દેશભરમાં આતિશબાજીઃ  ભારતના યુવા ક્રિકેટરોએ ફરી એકવખત આજે ઇતીહાસ રચ્યો છે  અન્ડર-૧૯ વર્લ્ડકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલીયાને પછાડી વિશ્વચેમ્પીયન બન્યું છે. ચેમ્પીયન બન્યા બાદ યુવા ખેલાડીઓ જીતનો જશ્નમાં  ડુબ્યા હતા. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

 

ઓવલ, તા. ૩ : ન્યુઝીલેન્ડના ઓલના મેદાનમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ટીમ ઈન્ડિયાના ઉભરતા ક્રિકેટરોએ ભારતને ફરી વર્લ્ડકપ અપાવ્યો છે. અન્ડર-૧૯ વર્લ્ડકપના ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડકપ જીતી લીધો છે. સતત ચોથી વખત વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચી દીધો હતો. ૨૧૭ રનના ટાર્ગેટ સામે ભારતે ૩૮.૨ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી હતી. કાલરાએ ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૦૨ બોલમાં અણનમ ૧૦૧ રન ફટકાર્યા હતા. જયારે કેપ્ટન પૃથ્વી શો ૨૯ અને સેમીફાઈનલમાં સદી ફટકારનાર શુભમ ગીલે ૩૧ રન બનાવી આઉટ થયો હતો. જયારે હાર્વિક દેસાઈ ૪૭ રન સાથે અણનમ રહ્યો હતો.

 

અન્ડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે ૨૧૭ રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે ૩૮ ઓવરમાં ૨૨૦ રન બનાવીને આ મેચ જીતી લીધી છે. - મનજોત કલારાએ ૧૦૧ બોલમાં ૧૦૦ રન બનાવીને સદી પૂરી કરી છે. કેપ્ટન પૃથ્વી શો ૨૯ રન અને શુભમ ગીલ ૩૦ બોલમાં ૩૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૪૭.૨ ઓવરમાં ૨૧૬ રને સમેટાઈ ગઈ હતી. ઈશાનઙ્ગપેરોલે (૨/૩૦), કમલેશ નાગરકોટીએ (૨/૪૧), શિવા સિંહે (૨/૩૬) અનુકુલ રોયે (૨/૩૨) અને શિવમ માવી (૪૬/૧)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી ૫૦ ઓવર પણ રમવા દીધી ન હતી. ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર ન બનાવવા દીધો. ઈશાન પોરેલ, અનુકૂલ રોય, કમલેશ નાગરકોટી અને શિવા સિંગે ૨-૨ વિકેટો લીધી. શિવમ માવીને પણ એક વિકેટ મળી હતી.

ભારતનાં ઈશાન પોરેલ, કમલેશ નગરકોટી, શિવાસિંહ, અંકુર રોયએ ૨-૨ વિકેટ અને શિવમે ૧ વિકેટ લીધી છે.

મેકસ બ્રયાન્ટ ૧૪, જેક એલબટ્ર્સ - ૨૮, કેપ્ટન જેશન સાંઘા - ૧૩, પરમ ઉપલ - ૩૪, નાથન - ૨૩, વીર સુથરલેન્ડ-૫, સેજુનાથન નેરલો - ૭૬ રન બનાવી આઉટ થયા હતા.

ભારતનાં યુવા બોલરોએ શાનદાર બોલીંગનું પ્રદર્શન કર્યુ હતું. સમગ્ર સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બોલરોનું ખતરનાક પ્રદર્શન રહ્યુ છે. શિવાસિંહે શાનદાર બોલીંગ કરતાં ૨ વિકેટ લીધી હતી. તેણે નાથન અને વિલસુથરલેન્ડને પેવેલિયન ભેગા કરી દીધા હતા. કાંગારૂની ટીમમાંથી એક જ માત્ર મેરલોએ ૭૬ રન બનાવ્યા હતા. 

ટ્વીટર ઉપર શુભેચ્છાઓ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન

 માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર

 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

(3:12 pm IST)