Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મેગા હેલ્થકેર સ્કીમ ૧૫ ઓગસ્ટે કે બીજી ઓકટોબરે લોન્ચ કરાશે

નવી દિલ્હી તા. ૩ : બજેટમાં જાહેર કરવામાં આવેલી મેગા હેલ્થકેર સ્કીમમાં અંદાજે ૧૦થી ૧૨ હજાર કરોડનું રોકાણ લાગશે. આ યોજના ૧૫ ઓગસ્ટે કે પછી બીજી ઓકટોબરે લોન્ચ કરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારનું પ્રીમિયમ વર્ષે લગભગ ૧૦૦૦ રૂપિયાથી ૧૨૦૦ રૂપિયા જેટલું આવશે.

૧૦ કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયાનું હેલ્થ કવર આપતી નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ઉઠાવશે એમ નીતિ આયોગના સલાહકાર આલોક કુમારે જણાવ્યું હતું. આ યોજના સરકાર દ્વારા પ્રાયોજીત વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ લેખાય છે.

આ યોજનાના પ્રીમિયમ માટે કેન્દ્ર સરકાર વાર્ષિક ૫૦૦૦થી ૬૦૦૦નો ફાળો આપશે. જ્યારે કે બાકીની રકમ રાજ્ય સરકાર વહન કરશે. આ ઉપરાંત પ્રત્યેક પરિવારના વીમા કવરના પ્રીમિયમનો અંદાજે ૧૦૦૦ કરોડથી ૧૨૦૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર વેઠશે.

(12:41 pm IST)