Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

દિલ્હીમાં મુસ્લિમ યુવતીને પ્રેમ કરનાર યુવકને ગળુ કાપી મારી નાખ્યો : ભારે તનાવ

પાટનગર દિલ્હીમાં ૨૩ વર્ષના ફોટોગ્રાફર અંકિત સકસેનાની તેના ઘર પાસે ગળુ કાપી હત્યા કરવામાં આવી : એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના નાતે આ હત્યા થયાનું મનાય છે : આ મુસ્લિમ યુવતીના કુટુંબના મનાતા ૪ સભ્યો અંકિતના ઘરે ગયા હતા અને તેની પૂછપરછ શરૂ કરેલી : દરમિયાન ઝઘડો શરૂ થતા આ મુસ્લિમ યુવતીના પિતાએ અંકિતના ગળા ઉપર છરી મારી અને ભાગી ગયા હતા : દિલ્હીના રઘુવીરનગરમાં ભારે તંગદિલી સર્જાયેલ છે : પોલીસના એક કમાન્ડો યુનિટે આ યુવતીના માતા-પિતાની ધરપકડ કરી છે

(12:40 pm IST)
  • ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં લશ્કરી ચેકપૉઇન્ટમાં એક ભયંકર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 13 લોકો ઘાયલ થયા છે : આ હુમલાની જવાબદારી તેહરિક-એ-તાલીબાન આતંકી સંગઠને લીધી છે. access_time 1:19 am IST

  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST

  • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો મામલો : સેન્ટ્રલ આઈબીના પૂર્વ ઉચ્ચ અધિકારીની અરજી પર સુનાવણી પૂર્ણ : સીબીઆઈ કોર્ટે ૧૬ ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો access_time 3:33 pm IST